કોઈ જૂનું વાહન વેચવા જઇ રહ્યા છો કે પછી ભંગારમાં નાખવાના છો. તો ગાડીમાં ફાસ્ટેગ સ્ટીકર કાઢવાનું ભૂલતા નહીં. ફાસ્ટેગ લગાવી રાખવાથી નુકસાન થઇ શકે છે. જો કોઈને વેચવાની હોય તો પહેલા આ સ્ટીકર કાઢી લેવું. અન્યથા તેઓ જ્યારે પણ કોઈ ટોલરોલ પરથી પસાર થશે તો પૈસા તમારા ખાતામાંથી કપાશે.આ સાથે જ સાઇબર ક્રિમિનલ્સ શિકાર બનાવી શકે છે. આર્થિક નુકસાન પણ થઇ શકે છે. માર્ગ પરિવહન મંત્રાલય અનુસાર ગાડી વેચતા પહેલા ફાસ્ટેગનું સ્ટીકર કાઢી નાખો.
જ્યારે વાહનના માલિક સામાન્ય રીતે તેને વેચે છે કે પછી તે જૂની થવા પર તેને ભંગારમાં આપે છે. તો ફાસ્ટેગ સ્ટીકર હટાવતા નથી. વાહન માલિકોનું માનવું છે કે ફાસ્ટેગ જૂની ગાડીનું છે. તે એ નંબરથી લિંક છે. માટે તેનો કોઇ ઉપયોગ નથી. જો તેઓ ફાસ્ટેગ કાઢી પણ નાખે છે તો તેનો કોઇ ઉપયોગ નથી. માટે તેને ગાડી પર લગાવી છોડી દે છે. ગાડી વેચવા જઇ રહ્યા હોઉ તો ફાસ્ટેગનું સ્ટીકર કાઢી લો. જેનાથી ફાસ્ટેગમાં પડેલા રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકો છો.
રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ફાસ્ટેગનો નંબર જરૂરી હોય છે. જેનાથી રૂપિયા તમારા બીજા ફાસ્ટેગ ખાતામાં જઇ શકે છે. આ ઉપરાંત જો ફાસ્ટેગ કોઇ બેંક ખાતાથી લિંક છે તો વાહન ટોલ પ્લાઝા પર જવા પર તમારા ખાતામાંથી રૂપિયા કપાતા રહેશે. ફાસ્ટેગની લિંક બેંકમાંથી હટાવી શકાય નહીં. માટે વાહન વેચતા પહેલા ફાસ્ટેગ સ્ટીકર હટાવી લેવું જોઇએ.