Sunday, March 23, 2025
HomeNationalહરિયાણાની જેમ કાયદો બનાવશે પંજાબ સરકાર, પ્રાઈવેટ-સરકારી નોકરીઓમાં પંજાબીઓને મળશે આરક્ષણ

હરિયાણાની જેમ કાયદો બનાવશે પંજાબ સરકાર, પ્રાઈવેટ-સરકારી નોકરીઓમાં પંજાબીઓને મળશે આરક્ષણ

પંજાબ વિધાનસભાની ચૂંટણી 2022માં સરકાર બનાવવા માટે ચન્ની સરકારે વધુ એક ચૂંટણીલક્ષી માસ્ટરસ્ટ્રોક રમવાની તૈયારી કરી લીધી છે. જલ્દી પંજાબમાં સરકારી અને પ્રાઈવેટ નોકરીઓમાં પંજાબીઓને આરક્ષણ મળશે. તે માટે પંજાબ સરકાર હરિયાણાની તર્જ ઉપર કાયદો લાવશે. જેમાં પંજાબીઓને માટે એક ક્વોટા નક્કી કરાશે. મંગળવારે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની આગેવાનીમાં કેબિનેટની મીટીંગ છે. તેમા સ્થાનીક લોકોને રાજ્યની પ્રાઈવેટ નોકરીઓમાં 75 ટકા આરક્ષણ દેવાનો પ્રસ્તાવ લાવી શકાય તેમ છે. તેની તૈયારી કરવામાં આવી રહી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

મુખ્યમંત્રી ચરણજીત ચન્નીના જણાવ્યા પ્રમાણે હું ઈચ્છું છુ કે પંજાબીઓને પંજાબમાં નોકરી મળે. પંજાબ સરકાર જલ્દી કાયદો લાવી રહી છે કે સરકારી અને પ્રાઈવેટ સેક્ટરમાં 100 ટકાની નજીક નોકરીઓ પંજાબીઓને મળે. તેણે કહ્યું છે કે, પંજાબીઓને નોકરીઓ માટે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્લીના કેટલાક ભાગોમાં જઈ રહી છે. તેણે કહ્યું કે, પંજાબ હરિયાણા કરતા પણ વધારે સારો કાયદો લઈને આવશે. જેમાં નોકરીઓમાં સમગ્ર રીતે પારદર્શીતા રહેશે. તેણે પંજાબમાં સરકારી નોકરીઓ માટે જગ્યા કાઢવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ અંગે પંજાબના રમત અને શિક્ષા મંત્રી પરગટ સિંહે કહ્યું કે, આવો કાયદો પહેલાથી જ છે. પરંતુ ઓફિસરો તેનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. અમે તેમાં કરેક્શન કરી રહ્યાં છે. પંજાબમાં સરકારી નોકરીઓમમાં પંજાબીઓને અગ્રતા મળવી જોઈએ. તેણે કહ્યું છે કે, તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. આ પંજાબીઓનો હક્ક પણ છે કે તેને વધારે અવસર મળે. થઈ શકે છે કે આ આરક્ષણ 75 ટકાથી પણ વધારે છે.

તાજેતરમાં જ પંજાબ પોલીસમાં ભરતીને લઈને મામલો ઉઠ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આશરે 300 બીનપંજાબી પંજાબ પોલીસમાં કામ કરી રહ્યાં છે. તેમાં દાવો કરાયો છે કે, વર્ષ 2014, 2016 અને 2021માં થયેલી ભરતી દરમયાન ધાંધલી થઈ હતી.

આ દરમયાન 5 ડીએસપી, 44 ઈન્સપેક્ટર, 21 સબ ઈન્સપેક્ટર, 40 એએસઆઈ, 15 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ સહિત અન્ય પદો ઉપર પંજાબ પોલીસમાં સીધી ભરતી કરવામાં આવી છે. જેના કારણે પંજાબીઓને પોલીસમાં ભરતી થવાની તક છીનવાઈ હતી. પંજાબ ગૃહવિભાગ જોઈ રહેલા ડેપ્યુટી સીએમ સુખજિંદર રંધાવાએ તેની તપાસનો આદેશ પણ આપ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW