HomeGujaratમોરબીમાં સમાજસેવા બાબતે મનદુઃખ રાખી રિક્ષાચાલક પર હુમલો, બે સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં સમાજસેવા બાબતે મનદુઃખ રાખી રિક્ષાચાલક પર હુમલો, બે સામે ફરિયાદ નોંધાઈ

મોરબીની માળિયા વનાળિયા સોસાયટી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ. 44)એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મગનભાઈ નાનજીભાઈ સોલંકી અને જયુભાઈ ગૌતમભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, રામજીભાઈ સમાજસેવાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા છે અને સરકારની અલગ-અલગ યોજનાઓ અંગે લોકોને જાણકારી આપી તેમને લાભ મેળવવામાં મદદ કરે છે. આરોપી જયુભાઈના પિતા રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવાથી આ બાબત આરોપીઓને પસંદ નહોતી.

આ બાબતનો મનદુઃખ રાખીને બંને આરોપીઓએ જાહેરમાં રામજીભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તેમને ગાળો આપી ઢીકાપાટુનો મુક્કામાર માર્યો હતો, જેના કારણે તેમના પગના ભાગે ઇજા પહોંચી હતી. આ ઘટનાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW