મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં લવજિહાદ સામે લડવા હિન્દુ બાળકીઓને મજબુત બનાવવાનું કામ થઈ રહ્યું છે. દબંગ હિન્દુ સેનાએ આ જવાબદારી ઉપાડી છે. ઉજ્જૈન જિલ્લાના તરનામાં ત્રણ દિવસ સુધી એક કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં બાળકીઓને તાલિમ આપવામાં આવી રહી છે. જેમાં હથિયાર ચલાવવાથી લઈને તલવાર ફેરવવા સુધીની તાલિમ અપાઈ રહી છે. માનસિક તથા શારીરિક રીતે એમને મજબુત કરવા પગલાં લેવાઈ રહ્યા છે.
દબંગ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમહંસ ડૉ. અવધેશપુરી મહારાજ, લોકેશ શર્મા અને લલિત પરમારે તરનાના નાગતલાઈ બસ સ્ટેન્ડ નજીક એક શિબિર યોજી છે. ઉજ્જૈનના મુસ્કાન દિનેશ સિસોદિયા અનેક બાળકીઓના તાસ લઈ રહ્યા છે. જેમાં હથિયારથી લઈને તલવાર સુધીની તાલિમ આપવામાં આવી રહી છે. અવધેશપુરી મહારાજે કહ્યું કે, લવ જિહાદની સમસ્યા સામે લડવા બાળકીઓને તાલિમ આપવામાં આવી રહી છે. નારી તુ નારાયણી કહેવાય છે પણ નારાયણી બનાવાતી નથી. દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર હોય છે. તેને આદર્શ માનવામાં આવે છે. હાલ તેઓ એમના હાથમાં આજના કાયદેસરના હથિયાર રાખી શકે એમ છે. અગાઉ દાનવનો ત્રાસ હતો હવે આતંકવાદીઓ છે. જેની સામે લડવાનું છે. દેશમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારની શિબિર લગાવવામાં આવશે.