મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર રાજુ પાન એન્ડ કોલ્ડ્રીંક નામની દુકાનમાં દુકાન ધરાવતા શૈલેષભાઈ દામજીભાઈ સોલકીની દુકાનમાં બે દિવસ પહેલા કાળી ઉર્ફે કુલદીપ સરદારજી નામના શખ્સ દ્વારા ગત તા 25 ની સાંજે થાપાનીની બોટલ માંગતા દુકાનદાર પાણીની બોટલ લેવા ગયા ત્યારે આ શખ્સે નજર ચૂકવી તેના થડામાં રાખેલા રૂ 30 હજાર કાઢી લીધા હતા અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો જે શૈલેશભાઈએ આ શખ્સ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

