HomeGujaratટંકારાના જબલપુરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ. 24,500નો મુદ્દામાલ જપ્ત

ટંકારાના જબલપુરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ. 24,500નો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલા બહુચર માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવેલી આ કાર્યવાહીમાં જુગારીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૪,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જબલપુર ગામની સીમમાં બહુચર માતાજીના મંદિર પાસે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે પકડેલા આરોપીઓમાં મિલનભાઈ ધરમભાઈ ગૌસ્વામી (ઉં.વ. 33), કૌશિકભાઈ મગનભાઈ નારીયાણા (ઉં.વ. 32), અમૃતલાલ નરશીભાઈ ફેફર (ઉં.વ. 62), નરભેરામભાઈ ગંગારામભાઈ નારીયાણા (ઉં.વ. 50), જયંતીભાઈ દેવકરણભાઈ ભીમાણી (ઉં.વ. 50) અને અતુલભાઈ મગનભાઈ નારીયાણાનો સમાવેશ થાય છે.

આ તમામ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂ. 24,500 તથા જુગાર રમવાનું સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW