HomeGujaratહળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર માર્કેટિંગ યાર્ડ સામે કારની ટક્કરે યુવકનું મોત, ચાલક ફરાર

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર માર્કેટિંગ યાર્ડ સામે કારની ટક્કરે યુવકનું મોત, ચાલક ફરાર

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર માર્કેટિંગ યાર્ડ સામે ગત 28 એપ્રિલની રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જીજે-03-પીજે-7105 નંબરની કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી હળવદના ભવાની ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચાના ભાઈ અરવિંદભાઈને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં અરવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અર્ટિકા કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચાની ફરિયાદના આધારે હળવદ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW