દેશની રાજધાની ભયંકર હવા પ્રદુષણ ઝપટે ચઢી ગયું છે. દિલ્હી પ્રદૂષણ મામલે વિશ્વના 10 શહેરોમાં ટોપ પર છે.જોકે સરકાર કોઈ કડક કાર્યવાહી ન જણાતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારને ઝાટકી હતી અને તેમની કામગીરી માટે આકરા સવાલ કર્યા હતા.સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેજરીવાલ સરકાર જાણે સફાળી જાગી હોય એમ એક સપ્તાહ માટે રાજ્યની શાળાઓ બંધ કરી દીધી છે. તો સરકારી કચેરીમાં પણ વર્ક ફ્રોમ હોમ કરવા સૂચના આપવામાં આવી છે.
દેશની રાજધાનીમાં પ્રદુષણના કારણે ઇમરજન્સી કટોકટી સર્જાઈ છે જેના કારણે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી છે.આગામી દિવસમાં કેજરીવાલ સરકાર સંપૂર્ણ લોકડાઉન તરફ જવાના પણ સંકેત આપ્યા છે.દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 556 એક્યુઆઈ પહોંચી ગયો છે. દેશમાં દિલ્હી સિવાય મુંબઈ અને કલકતા પણ ટોપ 10 પ્રદુષિત શહેરમાં સામેલ છે.