પોરબંદરના રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીકે ડ્યૂટી કરતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા નાનપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની ફીલિગ્સ આવતી હતી. પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતિરિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક મહિલા સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો. પણ પુરૂષના શરીરમાં રહેતી એક સ્ત્રીને કારણે જીવન ગોટાળે ચડી ગયું હતું.
અંતે છૂટાછેડા થયા. બાદમાં તેમણે આખરે સ્ત્રી બનવાનું નક્કી કરી લીધું. જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી છે. પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દીધી છે. અત્યારે આ વ્યક્તિની હોર્મોનની ટ્રિટમેન્ટ ચાલું છે. આમાં સફળતા મળ્યા બાદ આવનારા સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે. આ માટે જરૂરી આરામ પણ મેળવવાનો રહેશે. આવો જ એક કિસ્સો પોરબંદરની જ 29 વર્ષીય ખુશ્બૂ કક્કડનો છે. જે સ્ત્રી હોવા છતાં પુરૂષ બનવા માગે છે. કારણ કે એની અંદર કે છોકરો જીવી રહ્યો છે. 6 વર્ષની ઉંમરથી પોતે છોકરી હોવા છતાં છોકરો હોય એવી તેને ફીલિંગ્સ આવતી હતી. એને લીધે તેની ઉંમર 13 વર્ષની થઈ ત્યારે તેને મનોમન નક્કી કરી લીધું કે મારે છોકરીમાંથી છોકરો બની જવું છે. ગત વર્ષે તેણે પણ આ અંગેની વહીવટી તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી. હવે તે ખુશ્બૂમાંથી આદિત્ય નામનો યુવાન બની.

આ માટે ખુશ્બુએ તા. 27 ઓક્ટોબર 2020ના રોજ પહેલી વખત પોતાના જરૂરી અંગો પર સર્જરી કરવી હતી. રૂ.130, 000ના ખર્ચે દિલ્હીમાં થયેલી આ સર્જરીમાં આ યુવતીની ચેસ્ટનું ઓપરેશન કરી યુવક જેવી પહોળી કરી દેવામાં આવી હતી. જેથી ત્યાં કોઈ સ્તન જેવું ન દેખાય. હાલમાં એની પણ પણ હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આગામી સમયમાં તેના સ્ત્રીના પ્રજનન અવયવમાથી કૃત્રિમ પુરુષના પ્રજનન અવયવમાં ફેરવવા માટે સર્જરી શરૂ થશે. હાલમાં ખુશ્બુ બેચલર છે પણ એક છોકરા તરીકેનું જીવન જીવવા માગે છે. કોઈ પણ સેક્સ ચેન્જ માટેનું ઑપરેશન દિલ્હીમાં થાય છે. પણ આ માટે યોગ્ય મંજૂરી લેવી ફરજિયાત છે. કારણ કે શરીરના હોર્મોન બદલે એટલે અવાજથી લઈને ઘણું બધુ બદલે છે. હાલમાં આ અનોખા કિસ્સાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી શરૂ થઈ છે. પણ વિદેશમાં આવા કિસ્સા સામાન્ય થઈ રહ્યા છે.