મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કથિત એક કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં EDની કસ્ટડી 15 નવેમ્બર સુધી વધારી દીધી છે. ED એ દેશમુખની વિતેલા સપ્તાહમાં ધરપકડ કરવામાં આવી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વિશેષ કોર્ટે 6 નવેમ્બરના રોજ 71 વર્ષીય રાષ્ટ્રવાદી કોંગ્રેસ નેતા દેશમુખને ન્યાયીક કસ્ટડીમાં મોકલ્યાં હતા અને ઈડીની કસ્ટડીની માગને ફગાવી દીધી હતી. તેના એક દિવસબાદ જ મુંબઈ ન્યાયાલયની નીચલી અદાલતના આદેશને રદ્દ કરતા દેશમુખને 12 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયાં હતાં. પૂર્વ મંત્રીને શુક્રવારે પીએમએલએની અદાલતમાં ન્યાયાધીશ એચએસ સઠભાઈની કોર્ટમાંં હાજર કરવામાં આવ્યાં હતાં. જેણે તેની હિરાસતના સમયગાળાને વધારી 15 નવેમ્બર સુધી કરી દીધી છે.

આ વચ્ચે અનિલ દેશમુખ ઉપર 100 કરોડની વસુલીનો આરોપ લગાવવા માટે મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે આ કેસની તપાસ કરી રહેલા ચાંદીવાલ આયોગને એક એફિડેવીટ મોકલ્યું છે. જેમાં કહ્યું છે કે, તેની પાસે અનિલ દેશમુખની સામે ઘણા વધારે કોઈ સબુત નથી. મહારાષ્ટ્ર સરકાર તરફથી આ કેસની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલના નેતૃત્વમાં એક સદસ્યીય તપાસ આયોગની જાહેરાત કરવામાં આવી છે.
मा. उच्च न्यायालयाने माझ्या संविधानातील अधिकारात मला विशेष कोर्टात जाण्याचे स्वातंत्र दिले असतानाही मी आज ईडीच्या कार्यालयात जाऊन चौकशी साठी संपुर्ण सहकार्य करणार आहे. pic.twitter.com/c7OZ2MY1zS
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) November 1, 2021
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપી અધ્યક્ષ શરદ પવાને પત્ર લખીને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે પરમબીર સિંહનો આરોપ હતો કે અનિલ દેશમુખ સચિજ વાજે સહિત પોલીસ અધિકારીઓનો ઉપયોગ મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી વસુલી માટે કરી રહ્યાં છે. પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયાની વસુલીનો ટારગેટ આપ્યો છે.

તે બાદ એપીઆઈ સચિજ વાજે ઉપર પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને તેની મુખ્ય આરોપીના રૂપમાં ધરપકડ કરવામાં આવી છે. અનિલ દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પર્સનલ આસીસ્ટન્ટ કુંદન શિંદેના આ કેસમાં બે મહિના પહેલા જ ધરપકડ કરાઈ છે. સચિન વાજે વર્તમાનમાં મહારાષ્ટ્ર પોલીસની કસ્ટડીમાં છે. સચિન વાજેની પણ આજે ક્રાઈમબ્રાંચની કસ્ટડી પૂર્ણ થઈ છે. આજે ફરી સચીનક વાજેને 13 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે.