રાષ્ટ્રીય સ્તરની મહિલા પહેલવાન નિશા દહીયાની હરિયાણાના સોનીપતમાં ગોળી મારીને હત્યાના સમાચાર ખોટા નિકળ્યાં છે. નિશાએ પોતાનો એક વીડિયો જાહેર કરીને આ વાતને ખોટી હોવાનું જણાવ્યું છે. આ પહેલા સમાચારો આવ્યાં હતા કે, હુમલાખોરોને નિશા તેમજ તેના ભાઈને નિશાન બનાવ્યા હતાં. જેમાં ઘટનાસ્થળે બંનેના મોત નીપજ્યાં હતાં. સમાચારોમમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ હુમલામાં નિશાની માંને ગંભિર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં છે. બાદમાં આ સમાચારને નિશા અને પૂર્વ ઓલંપિક મેડલિસ્ટ સાક્ષી મલિકે ખોટા ગણાવ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
નિશાની સાથે સાક્ષીએ ફોટો શેર કરીને લખ્યું છે કે તે જીવે છે. આ સમાચાર ખોટાા છે. ફોટામાં નિશા અને સાક્ષિ બંને એક કારમાં બેસેલા નજરે આવી રહ્યાં છે. બાદમાં તે પણ કહેવામાં આવ્યું છે સોનીપતમાં એક નિશા નામની મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે જે રેસલિંગ કરતી હતી.
આ વચ્ચે રેસલિંગ ફેડરેશને એક વીડિયો પણ શેર કર્યો છે. બાદમાં આ વીડિયોને નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે. તેમાં તે સાક્ષી મલિકની સાથે બેસેલી નજરે આવી રહી છે.
તે વીડિયોમાં બોલી રહી છે. મારૂ નામ નિશા છે અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. જે સમાચાર આવી રહ્યાં છે તે ખોટા છે. હું ગોંડા ચેમ્પિયનશીપ રમવા આવી છું અને સંપૂર્ણ સ્વસ્થ છું