HomeGujaratમોરબી: લીલાપર ગામે પાણીની ટાંકી નજીકથી વિદેશી દારૂની 67 બોટલો સાથે એક...

મોરબી: લીલાપર ગામે પાણીની ટાંકી નજીકથી વિદેશી દારૂની 67 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન લીલાપર ગામ પાછળ આવેલી પાણીની ટાંકી નજીક પહોંચી હતી. તે સમયે જાહેર સ્થળે એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસે રહેલા ખાખી રંગના બે કાર્ડબોર્ડ બોક્સની ચકાસણી કરતાં અંદરથી વિદેશી દારૂની કુલ 67 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ. 6,700 હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપી ગૌતમભાઈ નરભેરામભાઈ શેરસિયા (ઉં.વ. 27), રહે. લીલાપર, તા.-જી. મોરબીને સ્થળ પરથી ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW