આગાહી /
સૌરાષ્ટ્રમાં શિયાળાનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી નગરજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. સવારે ગરમી તો સાંજના સમયે પહાડી વિસ્તારના ઠંડા પવન ફુંકાતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આગામી બેથી ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે તો કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થશે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને જૂનાગઢ સહિત રાજકોટ જિલ્લામાં માવઠુ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહીએ રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મગફળીનો પાક હજુ પણ ખેતરમાં પડ્યો છે.. તેવામાં જો માવઠુ થશે તો ખેડૂતોને માથે હાથ દઈને બેસવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ રાજ્ય સરકારે પણ ખેડૂતોને પોતાનો પાક ખુલ્લામાં રાખ્યો હોય તો સેફ જગ્યાએ અથવા ગોડાઉનમાં મૂકી દેવાની સલાહ આપી છે. આ ઉપરાંત રાજ્યમાં 12 નવેમ્બર પછી પણ માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 12થી 16 નવેમ્બર વચ્ચે રાજ્યમાં ભારે માવઠાની શકયતા છે. જેની અસર પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જોવા મળી શકે છે.
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઠંડી વધવા લાગી છે. તેની સાથે જ દેશના ઘણા ક્ષેત્રોમમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ભારતના હવામાન વિભાગ દ્વારા કાલે મહારાષ્ટ્રના બે જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરી દીધું છે. આઈએમડીના જણાવ્યા પ્રમાણે કમસોમી વરસાદ પૂર્વી અઅરબ સાગરની ઉપર એક ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્રના બે જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વી અરબ સાગરની ઉપર 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપ અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપની સાથે મોસમ રહેવાની સંભાવના છે. આ કારણે મહારાષ્ટ્રના તટો તથા બહારી વિસ્તારોમાં સાત નવેમ્બરથી 40-50 પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આઈએમડીએ માછીમારોને આ ક્ષેત્રોમાં નહીં જવા માટે સુચના આપી દીધી છે.
જણાવી દઈએ કે, પૂર્વી મધ્ય અને તેની સાથે જોડાયેલા અરબ સાગર ઉપર એક નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું છે. તે આંજે સાંજ સુધીમાં ઘેરા નિમ્ન દબાણમાં અને સશક્ત થવાની સંભાવના છે. અને આવનારા 24 કલાકમાં એક ડિપ્રેશનમાં બદલી શકે છે. તેનું ભારતીય તટથી દુર પશ્વિમ ઉત્તર-પશ્વિમ દિશામાં આગળ વધવાની આશા છે. સંબધ ચક્રવાતી પરિસંચળ સરેરાશ સમુદ્ર તળથી 5.8 કિમી સુધી ફેલાયેલું છે. એક ચક્રવાતીહવાઓનો વિસ્તાર આંધ્રપ્રદેશ તટની પાસે પશ્વિમ મધ્ય બંગાળની ખાડી ઉપર સમુદ્રતળથી 5.8 કિમી સુધી ફેલાયેલું છે.
સોમવાર સુધી મહારાષ્ટ્ર અને ગોવામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. સોમવારના રોજ બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા અંડમાન સાગર ઉપર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનવાનું અનુમાન છે. ચક્રવાતી પરિસંચરણના પશ્વિમ તરફ આગળ વધશે. અને મંગળવારે દક્ષિણ પ્રાયદ્વિપીય ભારતને પ્રભાવિત કરવાની સંભાવના છે.
કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભારત હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. એક પશ્વિમિ વિક્ષોભના જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હળવો વરસાદ પડવાની કે હિમવર્ષા થવાની સંભાવના છે. અને શુક્રવારે હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. આ સમયગાળામાં ભારતમાં સરેરાશ તાપમાન ઘણું નીચુ રહેશે.