Wednesday, December 11, 2024
HomeGujaratવેગડવાવમાં ખેડુતના આપઘાત બાદ પરિવારે લાશ ન સ્વીકારતા તંત્ર થયું દોડતું, 3...

વેગડવાવમાં ખેડુતના આપઘાત બાદ પરિવારે લાશ ન સ્વીકારતા તંત્ર થયું દોડતું, 3 વ્યાજખોર સામે ફરિયાદ

Advertisement

હળવદ પંથકમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુતને મરવા મજબૂર કર્યાની ઘટના બની હતી. નવા વેગડવાવના ખેડુતના 300 મણ કપાસ વ્યાજ ખોરો ઉપાડી હતા.જે બાદ ચિંતાતુર ખેડૂતે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવીને  આપઘાત કર્યો હતો.બનાવ બાદ પરિવારે વ્યાજખોર સામે ફરિયાદ લઇ જ્યાં સુધી તેમને ઝડપી નહી લેવામાં આવે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનું જણાવતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. અંતે પોલીસ અધિકારીઓની સમજાવટ મૃતદેહને સ્વીકારી હતી. બનાવમા મૃતક ખેડૂતના દિકરાએ ત્રણ વ્યાજખોરોની સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

મળતી માહિતી મુજબ વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયેલા ખેડુતના મોંમાં આવેલો કોળીયો વ્યાજખોરો ઝુંટવી લેતા આખરે ખેડુતને મરવા મજબૂર થવું પડ્યું હતું જેમા નવા વેગડવાવ ગામે રહેતા પ્રકાશભાઈ મનજીભાઈ દલવાડીએ પોલીસ સ્ટેશન ખાતે જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી,રાયમલભાઈ ભગવાનજીભાઈ અને નારાયણભાઈ કુબેરભાઈ દલવાડી સામે પોતાના પિતાને મારવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં કાલે ધાગંધ્રા બ્રાંચ કેનાલમા ખેડુતે ઝંપલાવીને આત્મહત્યા કરવાનો બનાવ બનતા ગામલોકો કેનાલ કાંઠે પહોંચ્યા હતા અને લગભગ ૧૦ કલાકોની મહેનત બાદ સ્થાનિક તરવૈયાઓએ લાશ શોધી કાઢી હતી અને ત્યારબાદ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ વ્યાજખોરોના માનસિક દબાણ અને તૈયાર થયેલો આશરે ૩૦૦ મણ જેટલો કપાસ માત્ર ૫૦૦ રૂપિયા જેવી મામુલી રકમમા ઉઠાવી જતાં ખેડુતને લાગી આવ્યું હોય અને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું જોકે મરવા મજબૂર કરનાર વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરવા માટે મૃતકના પરીવારજનોએ જણાવ્યું હતું પરંતુ વ્યાજખોરો સામે પોલીસ ફરીયાદ લેવાની આનાકાની બાદ આખરે લાશ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યા બાદ ધરણાં પર બેસી જતાં આખરે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ફરીયાદ કરાઈ હતી જેમાં ૧૨ કલાકની રઝળપાટ બાદ ફરીયાદ દાખલ કરાઈ હતી ત્યારે હવે હળવદ પોલીસ ક્યારે વ્યાજ ખોરો સામે કાર્યવાહી કરશે અને હજુ પણ નવા વેગડવાવમા આવા કેટલા વ્યાજખોરોના ભોગ બન્યા છે તે તપાસ જરૂરી બની છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW