આજથી દિવાળી પર્વની શરૂઆત થઇ ચુકી છે આગામી લાભ પાચમ સુધી લોકો તહેવારના મૂડમાં આવી ગયા છે. લોકો જ્યારે તેમના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાના આયોજન કરી રહ્યા છે ત્યારે મોરબીમાં 108ની ટીમ લોકોની આકસ્મિક ઘટનામાં ઓછી જાનહાની થાય તે પ્રકારનું આયોજન કરી રહ્યા છે. મોરબી શહેર અને જિલ્લામાં સામાન્ય રીતે તહેવાર દરમિયાન આગ અકસ્માત, તેમજ વાહન અકસ્માતના કેસમાં 35 ટકાનો વધારો આવતો હોય છે.સામાન્ય દિવસે જ્યારે જિલ્લામાં નાની મોટી ઘટનાના 45થી 50 કેસ આવતા હોય છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
દિવાળીથી લાભ પાચમ સુધીમા આ દૈનિક કેસ 70થી 75 પહોંચી જતા હોય છે. આવા સમયે ઈજાગ્રસ્તને ઝડપી સારવાર મળે તો તેમના જીવ બચાવી શકાય છે. આ હેતુથી મોરબીમાં 108ની ટીમના જિલ્લા અધિકારી નિખીલ બોકડેએ જિલ્લાના અલગ અલગ 11 લોકેશન સ્થળ પર તૈનાત 108 વાન ઝડપથી દુર્ઘટના સ્થળ પર પહોચી શકે તે અંગે આયોજન કર્યું છે. મોરબી જિલ્લામાં આગ કે વાહન અક્સ્માત ઘટના વખતે લોકોને સારવાર માટે 108ને બને તેટલો ઝડપથી ફોન કરવા પણ અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં લોકો સુધી 108ની ટીમ ઝડપી પહોચી. શકે તે.માટે 11 લોકેશન પર 24×7 સેવા મળે તે માટે 22 પાઇલોટ અને 21 ઇએમટીની રાઉન્ડ ધી કલોક ડ્યુટી ફાળવામાં આવી છે.આ ઉપરાંત તેમની કામગીરી પર યોગ્ય મોનીટરીંગ માટે પણ સ્ટાફ નિમણુંક કરાઈ છે.
10 લોકેશન પર રહેશે 108ની 11 ટીમ
1.લાલબાગ મોરબી, 2 સીવીલ હોસ્પિટલ મોરબી,3 માર્કટિંગ યાર્ડ શનાળા રોડ મોરબી,4 મહેન્દ્રનગર ગામ પંચાયત,5ટંકારા ગામ,6વાંકાનેર શહેર, 7મકનસર ગ્રામ પંચાયત, 8જેતપુર મચ્છુ ગ્રામ પંચાયત,9આમરણ ગ્રામ પંચાયત,10 માળીયા મિયાણા શહેર પર તૈનાત કરવામાં આવશે.
ગંભીરતા આધારે સેવાનો લાભ લેવો
તહેવાર દરમિયાન અકસ્માતની ઘટના વધી જતી હોય છે.108ને જ્યારે પણ અકસ્માત અંગે ફોન આવે તો તુરત સ્થળે પહોંચવા પ્રયાસ કરશે તેમને સ્થિતિ વિશે ખ્યાલ હોતો નથી આવા સમયે જો જોખમી બનાવને બદલે સામાન્ય બનાવમાં જશે તો આ દરમિયાન જો અત્યંત જરૂરી વ્યક્તિને સમયસર સારવાર મળવી મુશ્કેલ બનશે આથી 108 ટીમ દ્વારા સેવાનો લાભ જરૂર લેવા જણાવ્યું છે સાથે સાથે એ વાતની પણ લોકોને તકેદારી કરી છે કે ગંભીરતાને ધ્યાન લઈ ફોન કરવો જેથી જરૂરિયાત સમયે લોકોને સમયસર સારવાર મળે
આકસ્મિક ઘટના સમયે લોકોને અપીલ
આગ અકસ્માતના બનાવથી બચવા ફટાકડા સુરક્ષિત જગ્યાએ ફોડવા, બાળકો ફટાકડા ફોડે ત્યારે હંમેશા વડીલ સાથે રહેવું,રસ્તા પર કે સાંકડી ગલીમાં ફટાકડા ન ફોડવા, ફટાકડા ફોડતી વખતે નાઇલોન કે ઝડપથી આગ પકડે તેવા કપડાં પહેરવાને બદલે સુતરાઉ કાપડ પહેરવા જો આગ લાગે તો આગ પાણી ફેકવાને બદલે જાડા કાપડથી બુઝવવા પ્રયાસ કરવો અને દાઝેલ વ્યક્તિને ઝડપથી હોસ્પિટલમાં પહોચાડવા જો હોસ્પિટલ નજીક હોય તો ત્યાં સંપર્ક કરવો દૂર હોય તો 108નો સંપર્ક કરવો વાહન અકસ્માતના બનાવ વખતે ઈજાગ્રસ્ત લોકોને વાહનમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવા, તેઓ શ્વાસ લઈ શકે તે માટે લોકોએ ભીડ ન કરવી, તાત્કાલિક 108ને જાણ કરવી,