Wednesday, September 11, 2024
HomeSportsટ્વીટર પર ટ્રેન્ડ થયું BAN IPL,ફેન્સે કાઢી ભડાશ

ટ્વીટર પર ટ્રેન્ડ થયું BAN IPL,ફેન્સે કાઢી ભડાશ

પાકિસ્તાન સામે ધોબી પછડાટ લાગ્યા બાદ વિરાટ સેના ન્યુઝીલેન્ડ સામે પણ નિષ્ફળ પુરવાર થઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની મહત્ત્વ ગણાતી મેચમાં પણ પરાસ્ત થયા બાદ વિરાટ કોહલી સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે. દુબઈમાં રમાયેલી મેચમાં કેન વિલિમસનની ટીમે વિરાટ સેનાને પછાડી દીધી હતી. ભારતે આ ટુર્નામેન્ટમાં આવ્યા બાદ સતત બે મેચ હારી છે. દુબઈના મેદાન પર રમાયેલી મેચમાં કેન વિલિયમસનની ટીમે વિરાટ બ્રિગેડને આઠ વિકેટથી માત આપી છે. સતત બે મેચ હાર્યા બાદ હવે ટીમ સેમિફાઈનલ સુધી પહોંચે એવું લાગતું નથી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ બીજા ક્રમે છે. નામિબિયા ચોથા અને ભારતીય ક્રિકેટ ટીમ પાંચમા ક્રમે છે. જ્યારે સ્કોટલેન્ડ છેલ્લા ક્રમે છે. ટ્વીટર પર ઓન્લી વિરાટ કોહલી ફેન્સ નામના પેજ પરથી એવું પોસ્ટ થયું કે, બધાય ટીમ ઈન્ડિયા પર ભાર બનીને રહી ગયા છે. જ્યારે એક યુઝરે મહેન્દ્રસિંહ ધોની પર સવાલ કર્યા કે, ધોનીને શા માટે મેન્ટર બનાવવામાં આવ્યા છે. તો ઘણા યુઝર્સે રમૂજી મિમ્સ પણ શેર કર્યા છે.

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ નારાજ છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ મૂકવા માટેની માંગ થઈ રહી છે.આ માટે હેશટેગ #BANIPLનો ઉપયોગ થઈ રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય ક્રિકેટ ટીમ સારૂ પર્ફોમ ન કરી શકે તો આટલી મોંઘી લીગ કરાવવાનો અર્થ શું? આ સિવાય કેટલાક ફેન્સ મેન્ટર ધોનીના રોલ ઉપર પણ પ્રશ્નો ઊઠાવી રહ્યા છે.

આ માટે હેશટેગ MENTORDHONIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે મહેન્દ્રસિંહ ધોનીને એક માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યો હતો. ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2007 માં યોજાયેલી T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટ જીતી હતી. આ મોટી જીત સાથે ન્યૂઝીલેન્ડ ગ્રૂપ-2માંથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. આ ગ્રૂપમાંથી પાકિસ્તાન સતત મેચ જીતીને પહેલા ક્રમે છે. પાકિસ્તાન ટીમે અત્યાર સુધીમાં બે મેચ જીતીને કુલ છ પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે ત્રણ મેચ રમેલા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW