દિવાળીનો તહેવારનો આરંભ ધનતરેસના દિવસથી જ થઇ જાય છે. આ દિવસે જ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, પરંતુ દિવાળી એટલે લક્ષ્મી પૂજન. અમાસે રાત્રિના સમયે કાર્તિક માસમાં કરવામાં આવે છે. આ વખતે દિવાળીનો તહેવાર તા. 04 નવેમ્બરે ઉજવવામાં આવશે. શુભ, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો તહેવાર દિવાળી છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ધન અને ધાન્યની કમી નથી રહેતી.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માં લક્ષ્મી ધરતી પર ઊતરે કરે છે. પોતાના ભક્તોના ઘરે પધારીને તેમને ધન-વૈભવના આશીર્વાદ આપે છે. તેથી માં લક્ષ્મીના સ્વાગત માટે દિવાળી પર કેટલાક શુભ કાર્ય અવશ્ય કરવા જોઈએ, આનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

કેરીના પાનનું તોરણ
દિવાળી પર માં લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરમાં કલરકામ કરાવે છે અને તેને વિવિધ રીતે શણગારે છે, પરંતુ આ બધા સાથે તેમરા ઘરના દરવાજા પર તોરણ આવશ્યક લગાવવું જોઈએ. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબા, આસોપાલનના પાનનું તોરણ બનાવીને લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ફૂલો અને રંગોથી બનાવો સુંદર રંગોળી
દિવાળી પર ઘરના આંગણામાં અને દરવાજા પર રંગોળી બનાવવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. અન્ય તહેવારો પર પણ લોકો પોતાના ઘરે રંગોળી જરૂર બનાવે છે. સમયનો અભાવ કહો કે આધુનિકતા આજના સમયમાં લોકો તૈયાર સ્ટિકરવાળી રંગોળી લગાવવા લાગ્યા છે, પરંતુ માં લક્ષ્મીના સ્વાગતમાં ફૂલો અને રંગોથી રંગોળી બનાવવી જોઈએ અને દીવા પ્રગટાવવા જોઈએ.