HomeGujaratવાંકાનેરમાં સામે જોવા મુદે યુવક પર હુમલો, એક શખ્સ સામે ફરિયાદ

વાંકાનેરમાં સામે જોવા મુદે યુવક પર હુમલો, એક શખ્સ સામે ફરિયાદ

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા લાલજીભાઈ બાબુભાઈ સારદિયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી રફીકભાઇ ઉમરભાઇ સદવાણી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, લાલજીભાઈના દીકરા મેરુ અને આરોપી રફીકભાઈ ઉમરભાઈ સદવાણી વચ્ચે કોઈ બાબતે સામસામે જોઈ લેવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ મામલે સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી, છતાં આરોપીએ આ બાબતનો મનદુઃખ રાખ્યો હતો. બાદમાં આરોપીએ ફરીયાદીના બીજા દીકરા જતીન સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટું માર મારતા ગાળો પણ આપી હતી. સાથે જ ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW