આ મેચ શરૂ થાય એ પહેલા જ ટીમ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં જે એમ્પાયરને જવાબદારી સોંપવામાં આવી છે એ ટીમ ઈન્ડિયા માટે અનલકી સાબિત થયા છે. આ મેચમાં જે એમ્પાયરને જવાબદારી સોંપવામાં આવી છે એનું નામ રિચર્ડ કૈટલબર્ગ છે.
દરેક મેચ વખતે કૈટલબર્ગ મેદાન પર હતા. આ દરેક મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને હાર સહન કરવાનો વારો આવ્યો છે. વર્ષ 2017માં પાકિસ્તાન સામે રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે પણ મેદાન પર એમ્પાયર તરીકે કૈટલબર્ગ રહ્યા હતા. હવે આવી સ્થિતિમાં કૈટલબર્ગને ટીમ ઈન્ડિયા માટે પનોતી કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. હવે ભારતીય ફેન્સને એવો ડર છે કે, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે તો?
આ એ જ વ્યક્તિ છે જેણે ભારતના દરેક નોકાઉટ મેચમાં એમ્પાયરિંગ કર્યું છે. જે મેચ ટીમ ઈન્ડિયા હારી છે. આ રીતે આ એમ્પાયરને ભારતીય ક્રિકેટ ટીમ માટે અનલકી માનવામાં આવે છે. એ પછી શ્રીલંકા સામે વર્ષ 2014ની T20 ફાઈનલ મેચ હોય કે વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ સેમિફાઈનલ હોય, વર્ષ 2016ની T20 વર્લ્ડકપ સેમિફાઈનલ હોય કે વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ હોય. T20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની ટક્કર મજબુત મનાતી ટીમ ન્યૂઝીલેન્ડ સાથે થવાની છે. આ મેચ બંને ટીમ માટે એક મોટું મહત્ત્વ ધરાવે છે. આ મેચ બંને ટીમનું ભવિષ્ય નક્કી કરશે. પણ