બોલિવૂજ ટાઉનમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફની રિલેશનશીપની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોરશોરથી થઈ રહી છે. આવતા ડિસેમ્બર મહિનામાં તેઓ લગ્ન કરવાના છે એવી ચર્ચા વાગુવેગે ફેલાઈ રહી છે. એવામાં હવે કેટરિના કૈફે આ મામલે મોટી સ્પષ્ટતા કરી દીધી છે. રીપોર્ટ અનુસાર રાજસ્થાનમાં રોયલ વેડિંગ વેન્યુ પસંદ કરાયું છે. તા.7થી 9 ડિસેમ્બર સુધીમાં બંને લગ્ન કરવાના છે એવી વાત થઈ રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ માટે બોલિવૂજડમાંથી કેટલાક લોકોને આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યું છે. સલામાન ખાન તથા એનો પરિવાર આ પ્રસંગે ખાસ હાજરી આપશે એવી ચર્ચા છે. પંજાબી વેડિંગમાં અનેક રીત રિવાજ જેમ કે, હલ્દી, મહેંદી ફેરા જેવી રસમ સામિલ છે. આ સાથે કેથોલિક વેડિંગ સેરેમની પણ યોજાશે રાજસ્થાનના રણથંભોર પાર્કથી 30 મિનિટના અંતરે આવેલા સવાઈ માધોપુર રીસોર્ટમાં વેડિંગ વેન્યૂની તૈયારીઓ થઈ રહી હોવાના રીપોર્ટ છે. પણ આ મામલે કેટરિના કૈફે મોટો ધડાકો કર્યો છે. તેણે કહ્યું આ બધી અફવાઓ છે. કેટરિના કૈફે આ બધી અફવાઓને ફગાવી દીધી છે. એક પોર્ટલને કહેલી વાતામાં તેણે સ્પષ્ટ કર્યું કે, આ અફવાઓમાં કોઈ સત્ય નથી. હું કોઈ મેરેજ કરવા જઈ રહી નથી. છેલ્લા 15 વર્ષથી મને આ પ્રશ્ન કરવામાં આવે છે. જોકે, ચર્ચા એવી પણ છે કે, વિક્કી અને કેટરિના કૈફ પોતાના લગ્નની વાત સિક્રેટ રાખવા ઈચ્છે છે.