HomeGujaratમોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓ ને વિનામુલ્યે ફુલ સ્કેપ...

મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓ ને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેન નું વિતરણ કરાયું.

તાજેતર માં સ્કુલ કોલેજ શરૂ થઈ હોઈ ત્યારે મોંઘા ભાવ ના ચોપડા તથા બોલપેન વગેરે સ્ટેશનરી ખરીદવા લોકો ની મજબુરી હોય ત્યારે મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તા.૧૧, ગુરૂવારે માર્કેટ યાર્ડ માં આવેલ મહાવીર ટ્રેડીંગ ખાતે થી સમસ્ત મોરબી ના જૈન સમાજના ધો.૩ થી કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરતા ૪૦૦ જેટલા વિધાર્થીઓ ને વિનામુલ્યે ધોરણ મુજબ ૧૦ થી ૧૫ ફુલ સ્કેપ નોટબુક તથા પાંચ બોલપેન નો સેટ આપવામાં આવેલ.
મંડળ દ્વારા દર બે વર્ષ જૈન સમાજ ના દાતા શ્રી ઓ ના સહયોગ થી ફુલ સ્કેપ નોટબુક, બોલપેન વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે તે ઊપરાંત સાધુ -સાધ્વીજી મહાસતીજી ઓ મોરબી આસપાસ ૩૦ કી.મી. સુધી વિસ્તારમાં સેસ કાળ માં વિહાર કરતા હોય ત્યારે ગોચરી, પાણી, દવા, મેડિકલ ચેકઅપ ની વ્યવસ્થા કરી આપવાનું કાર્ય સહિતની વૈયાવચ સતત ચાલુ છે, તેમજ પર્યુષણ પછી દર વર્ષે સ્વામીવત્સલ સંઘ જમણ નું આયોજન કરે છે. અને વર્ષ દરમિયાન યોજાતા ધાર્મિક કાર્યક્રમો માં સેવા આપી તથા અનુષ્ઠાન કરવુ, વગેરે કાર્યો કરે છે, નોટબુક વિતરણ કાર્ય ને સફળ બનાવવા પ્રમુખ શ્રી મનોજભાઈ દેસાઈ, મંત્રી રાજુભાઈ ગાંધી, તથા જીતુભાઈ સંઘવી, સુનિલભાઈ, સુધીરભાઈ, દેવેન્દ્ર ભાઈ, સમીરભાઈ, ગૌતમભાઈ, વગેરે સભ્યો એ ખુબજ સારી સેવા આપી તથા વ્યવસ્થા જાળવી હતી તેમ એક યાદી માં જણાવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW