HomeGujaratવાંકાનેરના તીથવા ગામે ખોટી શંકાના કારણે પાડોશીઓ વચ્ચે મારામારી, ચાર સામે પોલીસ...

વાંકાનેરના તીથવા ગામે ખોટી શંકાના કારણે પાડોશીઓ વચ્ચે મારામારી, ચાર સામે પોલીસ ફરિયાદ

વાંકાનેરના તીથવા ગામના લાલશાહનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાજબેન સલીમશા શાહમદારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પાડોશમાં રહેતા યુનુશભાઈ કાળુભાઈ હાલો અને યાસ્મીનબેન યુનુસભાઈ હાલો લાંબા સમયથી તેમના પર ખોટી શંકા-કુશંકા રાખી અવારનવાર તકરાર કરતા હતા.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં આરોપીઓએ અન્ય બે વ્યક્તિઓ સમીરભાઈ આદમભાઈ દલપોત્રા અને મુસ્તાકભાઈ ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા સાથે મળીને તેમના ઘરે આવી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સમીરભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીની પુત્રી જસ્મીનને ઇજા પહોંચાડી હતી, જ્યારે મુસ્તાકભાઈએ સાનીયાને માર મારી ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારજનોને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW