હળવદ પત્રકાર એસોસિએશન દ્વારા આગામી તારીખ:- 02/08/2026ના રોજ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ રઘુવંશી મહાજન વાડી ખાતે એક ભવ્ય અને બહુઉદ્દેશીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ અને સંકલ્પ કેમ્પનો ત્રિવેણી સંગમ યોજાશે. આ સામાજિક અને માનવતાવાદી કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, સ્થાનિક સાંસદ સભ્ય, ધારાસભ્ય, રાજ્યના મંત્રી ત્રિકમભાઈ છાંગા, કાંતિભાઈ અમૃતિયા તેમજ મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય, સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
હળવદ પત્રકાર એસોસિએશન દ્વારા હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને વૃદ્ધો અને દર્દીઓને રાજકોટ કે મોરબી સુધી ધક્કા ન ખાવા પડે અને પોતાના આંગણે જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ મળી રહે તે માટે યુવાનોને પોતાના પરિવારના વડીલો અને જરૂરિયાતમંદોને કેમ્પ સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે.
કેમ્પની મુખ્ય વિશેષતાઓ અને સેવાઓ
● નિઃશુલ્ક નિદાન અને દવાઓ: કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત તપાસ અને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવશે.
● રાહત દરે ઓપરેશન: તપાસ દરમિયાન જરૂરી જણાય તેવા દર્દીઓને રાહત દરે ઓપરેશન તથા આગળની સારવાર માટે સહયોગ પૂરો પાડવામાં આવશે.
● અંગદાન સંકલ્પ: રક્તદાનની સાથે મહાદાન એવા અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવા અને સંકલ્પ ફોર્મ ભરવાનું વિશેષ આયોજન કરાયું છે.
10 થી વધુ નિષ્ણાત ડોક્ટરોની ટીમ આપશે સેવાઓ
● ડો. સેતુ જાસાણી – અસ્થિ રોગ (ઓર્થોપેડિક)
● ડો. નિલેશ ચૌહાણ – બાળ રોગ નિષ્ણાત
● ડો. આકાશ કુંડારિયા – હૃદય રોગ નિષ્ણાત
● ડો. નેન્સીબેન પટેલ – આયુર્વેદિક તબીબ
● ડો. વિધિબેન પટેલ – આંખના રોગ નિષ્ણાત
● ડો. અંકેશ પટેલ – કાન, નાક અને ગળાના નિષ્ણાત (ENT)
● ડો. અંકિત પટેલ – સ્ત્રી રોગ નિષ્ણાત (ગાયનેક)
● ડો. નિધિબેન વ્યાસ – ફિઝિયોથેરાપિસ્ટ
● ડો. અમિત પટેલ – ચામડીના રોગ નિષ્ણાત
● ડો. હાર્દિકકુમાર હડિયાલ – ડાયાબિટીસ નિષ્ણાત
● ડો. મિલન માલમપરા – જનરલ ફિઝિશિયન (પાર્થ હોસ્પિટલ)
સ્થળ: રઘુવંશી મહાજન વાડી, રેલવે સ્ટેશન રોડ, નગરપાલિકા વાળી શેરી, હળવદ

