HomeGujaratમોરબી : સ્વ. ધ્યાના રવિભાઈ ફેફરની સ્મૃતિમાં અક્ષોલી ફાઉન્ડેશન દ્વારા 11,111 વૃક્ષોનું...

મોરબી : સ્વ. ધ્યાના રવિભાઈ ફેફરની સ્મૃતિમાં અક્ષોલી ફાઉન્ડેશન દ્વારા 11,111 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ

મોરબી જિલ્લાને વધુ હરિયાળો અને પ્રદૂષણમુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક અનોખી પર્યાવરણલક્ષી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ધ્યાના રવિભાઈ ફેફરની પવિત્ર સ્મૃતિમાં ધવલભાઈ પ્રભુભાઈ ફેફર (AXOLI) દ્વારા સદ્ભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી મોરબી જિલ્લાના પ્રકૃતિપ્રેમી નાગરિકોને કુલ 11,111 છાંયડાદાર વૃક્ષોના રોપા તેમજ તેમના સંરક્ષણ માટે જરૂરી પાંજરાઓનું સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ વિશેષ અભિયાન સતત ત્રણ દિવસ સુધી યોજાશે. મોરબી જિલ્લાના તમામ નાગરિકોને આ અવસરનો લાભ લઈ પોતાના વિસ્તારને હરિયાળો બનાવવા અને પર્યાવરણ સંરક્ષણની આ પહેલમાં જોડાવા માટે ધવલભાઈ પ્રભુભાઈ ફેફર તથા AXOLI FOUNDATION દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વૃક્ષો અને પાંજરાઓનું વિતરણ 28, 29 અને 30 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી AXOLI FOUNDATION, ભરતવન પાર્ટી પ્લોટની બાજુમાં, 8-A નેશનલ હાઇવે, મોરબી-2 ખાતે કરવામાં આવશે.

વધુ માહિતી માટે પ્રકાશભાઈ કણસાગરા (98253 27424), હરેશભાઈ શિરવી (97278 95100), રાજુભાઈ ડઢાણીયા (98790 10584) અથવા જયદીપ સંઘાણી (96382 25985)નો સંપર્ક કરી શકાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,480SubscribersSubscribe

TRENDING NOW