HomeGujaratમોરબી: મોટી વાવડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. 3.74 લાખનો...

મોરબી: મોટી વાવડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. 3.74 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની ગુંદાવાડી સીમ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાંથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ મોટી વાવડી ગામના રહેવાસી વિજયસિંહ સજુભા જાડેજા પોતાની વાડીમાં આવેલી ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી ગુપ્ત રીતે તેનું વેચાણ કરતા હતા.

બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓરડીમાંથી ઇંગ્લિશ વ્હિસ્કીની કુલ 2,016 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 3.74 લાખથી વધુ થાય છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,510SubscribersSubscribe

TRENDING NOW