HomeGujaratમાળિયામાં યુવાન પર ફાયરીંગ કરી હત્યા કરનાર શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહીત...

માળિયામાં યુવાન પર ફાયરીંગ કરી હત્યા કરનાર શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહીત 2 આરોપીની ધરપકડ

માળિયા મિયાણા શહેરમાં રહેતા એક ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા હેદર સુમાર મોવર નામનો યુવાન  માળિયા શહેર ભાજપ પ્રમુખ ઇલીયાસ મુસાભાઈ  મોવરના ભાઈ શફીર મોવર અને 4 અજાણ્યા શખ્સ કારમાં ધસી આવ્યા હતા બનાવ વખતે હેદર તેના ઘર બહાર ખુરશી પર બેઠો હતો ત્યારે કારમાંથી નીકળેલા સફીર દ્વારા બારબોર બંધુકથી ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા આ બનાવમાં ગંભીર ઈજા થતા હેદરનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જઆ બનાવમાં હેદરની પત્નીની ફરિયાદ આધારે માળિયા શહેર ભાજપ પ્રમુખ ઇલીયાસ મુસાભાઈ  મોવર તેના નાના ભાઈ શફીર મુસાભાઈ  મોવર અને અન્ય 4 અજાણ્યા શખ્સ સામે હત્યા ગુનાહિત કાવતરું તેમજ આર્મ્સ એક્ટ સહિતની અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોધી હતી

બનાવ બાદ આરોપીઓ કાર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઇ જતા પોલીસે અલગ અલગ દિશામાં તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જોકે પત્તો લાગ્યો ન હતો જોકે પોલીસે ચોક્કસ બાતમીદાર અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ ની શોધખોળ કરી આખરે સફીર મુસાભાઈ મોવર તેમજ સાથી આરોપી મયુદીન મહેબુબભાઈ કટિયાને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ હથીયાર, મોબાઈલ ફોન  પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW