Wednesday, July 9, 2025
HomeGujaratફેન્સે પૂછ્યું કોણ જીતશે T20 વર્લ્ડકપ ? સહેવાગે આપ્યો આ જવાબ

ફેન્સે પૂછ્યું કોણ જીતશે T20 વર્લ્ડકપ ? સહેવાગે આપ્યો આ જવાબ

T20 વર્લ્ડ કપ શરૂ થયો એને દસ દિવસથી વધુ સમય થયો છે. અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ ચૂક્યા છે. પાપુઆ ન્યુ ગિની, ઓમાન, નેધરલેન્ડ અને આયરલેન્ડ આ ચાર ટીમ પહેલી વખત ટુર્નામેન્ટમાં રમી રહી છે. જ્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ જેવી ટીમ આ ટુર્નામેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે જાણવા માટે આતુર હોય છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગને આ અંગે પૂછ્યું કે, કોણ જીતશે T20 વર્લ્ડકપ? ત્યારે તેમણે દમદાર જવાબ આપ્યો હતો.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

વીરૂગીરી.કોમના એક તાજેતરના એપિસોડમાં જ્યારે ફેન્સે પૂછ્યું કે, કોણ જીતશે T20 વર્લ્ડકપ? તો પૂર્વ ખેલાડીએ કહ્યું કે, ભારત. મારા ખ્યાલથી T20 વર્લ્ડકપ ટીમ ઈન્ડિયા જીતશે. અહીં ટીમે સૌથી શ્રેષ્ઠ ક્રિકેટ રમવાનું છે. આપણે હંમેશા આપણી ટીમ માટે ખુશ થતા હોઈએ છીએ. ખાસ કરીને તે જ્યારે જીતે છે ત્યારે આપણી ખુશીનો પાર રહેતો નથી. પણ જ્યારે ટીમ હારી જાય ત્યારે પણ આપણે એનું સમર્થન કરવું જોઈએ. થોડું વધારે સમર્થનની જરૂર ત્યારે હોય છે. એટલે મારૂં એવું માનવું છે કે, ભારત આ વિશ્વકપ જીતીને જશે. ભારત પાકિસ્તાન સામેની મેચમાં 10 વિકેટથી હાર્યું છે. હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝેલેન્ડ સામે જીતના ઈરાદાથી મેદાને ઊતરશે. બીજો મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. વિરાટ સેનાએ કોઈ પણ સ્થિતિમાં આ મેચ જીતવી પડશે. જો ભારતીય ક્રિકેટ ટીમ આ મેચ હારી જશે તો વર્લ્ડકપની યાત્રા એની અહીંથી ખતમ થઈ જશે. બીજી તરફ T20વર્લ્ડ કપની સુપર-12 મેચમાં બાંગ્લાદેશ સામે 8 વિકેટથી આસાન વિજય હાંસલ કર્યો હતો. જીતવા માટે જરુરી 125 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે માત્ર 14.1 ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને પાર કરી નાંખ્યો હતો. જેસન રોયે 38 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થતા ઈંગ્લેન્ડ ફરી મજબુત બની ગયું હતું. જોકે, શરૂઆતથી જ ઈંગ્લેન્ડને આ ટુર્નામેન્ટમાં સૌથી મજબુત માનવમાં આવે છે.

બાંગ્લાદેશના બેટ્સમેનો પીચ પર ટકીને લાંબી ભાગીદારીથી રમી શક્યા ન હતા. જેના કારણે બાંગ્લાદેશે મેચ ગુમાવી પડી હતી. જ્યારે ઈંગ્લેન્ડે આ તક ઝડપીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ટાયમલ મિલ્સે 27 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જેને મેચનો સૌથી ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. જ્યારે મોઈન અલીએ 18 રનમાં અને લિવિંગસ્ટને 15 રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.
જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર 14.1 ઓવરમાં જ બે વિકેટે 126 રન કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
2,990SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page