Wednesday, March 26, 2025
HomeSportsહરભજને કોણે કહ્યું ફિક્સર કો સિક્સર, આઉટ ઓફ ધ પાર્ક કાલ દફા...

હરભજને કોણે કહ્યું ફિક્સર કો સિક્સર, આઉટ ઓફ ધ પાર્ક કાલ દફા હોજા..

તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ક્રિકેટ મેચમાં પાકિસ્તાન ટીમ વિજેતા બન્યા બાદ બંને દેશના ક્રિકેટ ફેન વચ્ચે સોશ્યલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપની વોર ચાલી રહી છે જોકે હવે પૂર્વ ક્રિકેટરો પણ આ વોર સામેલ થઇ ગયા છે.

પાકિસ્તાનના બળવાખોર ક્રિકેટર મોહમદ આમીરે ભારતના સ્પિનર હરભજન સિંહને નીચું દેખાડવાની કોશિશ કરી હતી. ટ્વીટર પર ગઈ કાલે મોડી રાત્રે મોહમદ આમીર અને હરભજન વચ્ચેની વોર થઇ હતી જેની શરૂઆત આમીરે કરી હતી. આમીરે ટવીટ કરી હતી કે હેલો એવરીવન એ પૂછવાનું હતું કે હરભજન પાજીએ તેના ઘરનું ટીવી તોડ્યું કે નહી કોઈ વાંધો નહી છેલ્લે આ તો ક્રિકેટ એક ગેમ છે.

હરભજનસિંહે આ પછી મોહમ્મદ આમિરનો એક વીડિયો પોસ્ટ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. વીડિયોમાં હરભજનસિંહ મોહમ્મદ આમિરની બોલિંગમાં સિક્સર ફટાકરી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા હરભજનસિંહે લખ્યું હતું કે, હવે તમે પણ કહેશો કે, મોહમ્મદ આમિરના આ 6 લેન્ડિગ તમારા ઘરના ટીવી પર તો નથી થઈને? આખરે તો આ ક્રિકેટની એક ગેમ જ છે. મોહમ્મદ આમીરે આના પછી હરભજનસિંહને ફરીથી ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

તેણે લખ્યું હતું કે, હું વ્યસ્ત હતો, હરભજનસિંહ તમારી બોલિંગ જોઈ રહ્યો હતો. જ્યારે લાલાએ તમારી ઓવરમાં ચાર બોલમાં ચાર સિક્સ મારી હતી. પણ આ ક્રિકેટ છે લાગી શકે છે. પણ ટેસ્ટ ક્રિકેટ આ થોડું વધી ગયું હતું. આટલું સામે આવ્યું બાદ ભજ્જીનું ધૈર્ય તૂટી ગયું હતું. તેણે આમિરને જવાબ આપતા લખ્યું કે, લોર્ડસમાં નો બોલ કેવી રીતે પડ્યો હતો? કેટલું લીધુ અને કોણે આપ્યું? ટેસ્ટ ક્રિકેટ છે તો નો બોલ કેવી રીતે થઈ શકે છે? તારા અને તારા સમર્થકો પર શરમ આવે છે. જે આટલી સારી ગેમને નીચા દેખાડવાના કામ કરે છે.

ત્યાર બાદ આમિરે અંગેનો જવાબ આપતા તમામ હદ પર કરી દીધી લગી પીછ્વાડે પે હરભજનસિંહ કે,ભાગો ભાગો લાલા આંયા હે. હરભજને પણ આ વખતે પોતાનો જવાબ દેતા આમીરને અરિસો દેખાડતા જણાવ્યું હતું કે, તારા જેવા લોકો માટે તો માત્ર રૂપિયા જ બધું છે ઈજ્જત કે અન્ય કશું જ નહીં બતાવશો નહી તમારા દેશના લોકો અને સમર્થકોને કેટલા મળ્યા, નીકળ અહીંથી તારા જેવાથી મને ગુસ્સો આવે છે જેને ગગેમને બેઈજ્જતી કરી અને લોકોને બેવકૂફ બનાવ્યા

આ બાદ પણ આમીર શાંત થયો નહી અને હરભજનસિંહને ઢીઠ કહીને લખ્યું કે મારી પોસ્ટ વિશે વાત કરતા પહેલા ફેકટ જરાય નહી બદલે કે ત્રણ દિવસ પહેલા જોરદાર હાર થઇ છે અને તમારી અવેધ બોલિંગ એક્શન નું શું ?હવે અમને વર્લ્ડ કપ જીતતા જોઈએ વોક ઓવર તો નહી મળે જાઓ પાર્કમાં જઈને ફરતો આવ તને સારું લાગશે.
જ્વાબમાં હરભજને વિડીયો પોસ્ટ કરતા જણાવ્યુ કે ફીકસર કો સિક્સર આઉટ ઓફ ધ પાર્ક ચલ દફા હો જા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW