આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે યુએઈના દુબઈમાં મેચ રમાવાનો છે. આ મહામેચની દરેક લોકો રાહ જોઈ રહ્યાં છે. ભારત-પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડીયમમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ પહેલા જ ફૂડ ડિલીવરી એપ Zomato એ પણ પાકિસ્તાન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મજા લઈ રહ્યું છે.
Zomato એ ઓફિશીયલ ટ્વિટર હેંડલ ઉપરથી ટ્વિટ કર્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જો તમે આજે રાતે બર્ગર કે પિત્ઝા ખાવા માંગો છો તો તમે માત્ર એક ડીએમ જ દુર છો.
Dear @TheRealPCB, in case you’re looking for 𝐛𝐮𝐫𝐠𝐞𝐫 or 𝐩𝐢𝐳𝐳𝐞 tonight, we’re just a DM away 😉
— zomato (@zomato) October 23, 2021
ઉલ્લેખનીય છે કે, 50-50 ઓવરનો 2019ના વર્લ્ડ કપમાં જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત સામે હારી હતી ત્યારે એક પાકિસ્તાની પ્રશંસકનો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં તે કહી રહ્યો હતો કે, જે દેશમાં ઘણા મુદ્દાઓ છે. અર્થતંત્ર સ્ટ્રગલ કરી રહ્યું છે. લોકોને રોટી-પાણીનો મુદ્દો છે. તે દેશમાં તમા તમને નાની નાની વસ્તુઓમાંથી ખુશીઓ મળે છે તો તે છે ક્રિકેટ. તેણે આજે તે ક્રિકેટની ખુશી મેળવી, શરમજનક વાત છે કે, કાલે રાતે આ લોકો બર્ગર ખાઈ રહ્યાં હતા. કાલે રાતે આ લોકો પિત્ઝા ખાઈ રહ્યાં હતાં. તેની પાસેથી ક્રિકેટને છોડાવો અને દંગલ કરવો.
Burger khate rahe pizza khate rahe 😂😂😂 pic.twitter.com/1OABYgFVND
— ENGG.ABDUL KHADAR 🇮🇳🇶🇦 (@abdulkhadarhj) October 23, 2021
પાકિસ્તાની પ્રશંસકની આ બર્ગર-પિત્ઝા વાળી વાત ઉપર Zomatoએ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડનો આનંદ લીધો હતો. ટ્વિટર યુઝર પણ Zomatoના આ ટ્વિટ ઉપર સારા રિએક્શન આપી રહ્યાં છે.