અંદાજે બે વર્ષ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ ક્રિકેટના મેદાન ઉપર ઉતરશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લો મેચ 16 જૂન, 2019માં ઈંગલેન્ડના મૈનચેસ્ટરમાં રમાયો હતો. તે આઈસીસી વનડે વર્લ્ડ કપનો મેચ હતો. ભારતીય ટીમે તે મેચને 89 રનેથી જીત લીધી હતો. બંનેની વચ્ચે આજે એટલે કે 24 ઓક્ટોબર, 2021ના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં થનારો મેચ પણ આઈસીસી ટુર્નામેન્ટનો એક ભાગ છે.
આ મેચ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વસીફ જાફરે પોતાના ટ્વિટપ ઉપર ત્રણ મીમ્સ શેર કર્યાં છે. જેમાં બે મીમ્સમાં તેણે ભારત-પાકિસ્તાન મેંચના રોમાંચને દર્શાવ્યોય છે. જ્યારે એક મીમમાં એક દંપતિની પલંગ ઉપર સુતેલો ફોટો બનાવેલો છે. જે બંને એકબીજાની તરફ પીઠ રાખીને સુઈ રહ્યાં છે.
Indian fans and Pakistani fans today 😉 #INDvPAK #T20WorldCup pic.twitter.com/NKUqF8OMY4
— Wasim Jaffer (@WasimJaffer14) October 24, 2021
મહિલા વિચારી રહી છે કે હુ શરત લગાવી રહી છું કે તે બીજી સ્ત્રીના વિશે વિચારી રહ્યાં હશે તો પુરૂષ સુતા સુતા વિચારી રહ્યો છે કે આપણે બોલીંગ પહેલા કરવી જોઈતી હતી. દુબઈના તાજેતરનો રેકોર્ડ ચેઝ કરનારી ટીમના પક્ષમાં જાય છે. પરંતુ પાકિસ્તાન ટીમ સારી ચેન્જરર નથી એ માટે આપણે પહેલા બેટીંગ કરવી જોઈએ.
INDIAAAA INDIAA 🇮🇳💪🏼 #INDvPAK #T20WorldCup pic.twitter.com/b26tnGfHTs
— Wasim Jaffer (@WasimJaffer14) October 24, 2021
તો બીજા મીમમાં શાહરૂખ ખાન-કાજોલ સ્ટાટર ફિલ્મ દિલવારે દુલ્હનીયા લે જાયેગેના એક સીનને દેખાડવામાં આવ્યો છે. જેમાં અમરીશ પુરી અને ફરીદા જલાલ બંને હાથ જોડીને ઉભા છે. ફોટો ઉપર લખ્યું છે કે, આખરે એ દિવસ આવી જ ગયો.
વસીમ જાફરે તે બાદ વધુ એક મીમ શેર કરી છે. જેમાં નીચે તેણે અમિતાભ બચ્ચન અને ઉપર એક નાના છોકરાનો ફોટો લાગ્યો છે. અમિતાભના આ ફોટા ઉપર લખ્યું છે કે, આદે સાંજે 6 વાગ્યે (દુબઈના સમયાનુસાર ભારત અને પાકિસ્તાનનો મેચ 6 વાગ્યા પહેલા રમાનારો છે) આપણી મોતની સાથે અપોઈમેન્ટ છે.
😅 #INDvPAK #T20WorldCup pic.twitter.com/Tcm8stQL7n
— Wasim Jaffer (@WasimJaffer14) October 23, 2021
ઉપર બાળકના ફોટા ઉપર લખ્યું કે, હું માત્ર દુબઈ જવા માંગુ છું. આ મીમના કેપ્શનમાં વસીમ જાફરે લખ્યું છે કે, ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ફેંસની આજ આવી જ હાલત છે.