આ મેચ પહેલા પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને એક ટિપ્સ આપી છે. અખ્તરે ભારતને હરાવવા માટે ટિપ્સ આપી છે. સલાહ આપતા તેમણે કહ્યું કે, ભારતના તમામ ખેલાડીઓને બાબર આઝમની ટીમે ઊંઘની ગોળી આપી દેવી જોઈએ. વિરાટ કોહલીને ઈન્સ્ટાગ્રામ ચાલવાતો અટકાવવો જોઈએ. આ ઉપરાંત મેન્ટર ધોનીએ પોતે એને બેટિંગ કરતા રોકવો જોઈએ. જોકે, આ બધુ એક મજાકનો પાર્ટ હતો. હકીકત નહીં.
શોએબ અખ્તરે કહ્યું કે, ભારતીય ખેલાડીઓને પહેલા તો ઊંઘની ગોળી આપી દો. બે દિવસ માટે વિરાટ કોહલીને ઈન્સ્ટાગ્રામ ચલાવવા પર રોક મૂકો. મહેન્દ્રસિંહ ધોની પોતે બેટિંગ કરવા માટે ન દોડી આવે. આ મસ્તી મજાકથી મુખ્ય મુદ્દા પર આવતા તેમણે એવું પણ કહ્યું કે, એમને એક સારી શરૂઆત પાકિસ્તાની ટીમના ઓપનિંગ બેટ્સમેને આપવી જોઈએ. ટીમના બેટ્સમેને ડોટમાં બોલ રમવાથી બચવું જોઈએ. વધુને વધુ વિકેટ મળે એવો પ્રયત્ન કરવો જોઈએ, અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 5 T20 મેચ રમાઈ ચૂકી છે. પાંચેય મેચમાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
આ મેચ પર દિગ્ગજ ક્રિકેટર્સની નજર છે. વર્ષ 2016 બાદ જ્યારે બંને ટીમ એક સાથે મેદાન પર ઊતરશે ત્યારે ક્રિકેટ ફેન્સ માટે આ એક ગિફ્ટથી પણ વધારે રહેશે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. છેલ્લે વર્ષ 2019માં બંને વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. આ વખતે પણ ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે.