પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકનું માનવું છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. કારણ કે ભારતને યુએઈ અને ઓમાનમાં રમવાના અનુભવનો ફાયદો મળશે. ઈંઝમામે પોતાના યુટ્યુબ ચેનલ ઉપર કહ્યું હતું કે, કોઈ ટુર્નામેન્ટમાં તે નિશ્ચિતરૂપથી કહી શકાય નહીં કે કોઈ વિશેષ ટીમ ટ્રોફી જીતશે.
પરંતુ પરિસ્થિતિઓના આધાર ઉપર તે આંકલન કરવામાં આવી શકે છે કે, કોઈ ટીમની કેટલી સંભવના છે. મારા વિચાર પ્રમાણે ભારતની આ ટુર્નામેન્ટને જીતવા માટે કોઈપણ ટીમની તુલનામાં વધારે સંભાવના છે. કારણ કે તેની પાસ ટી-20ના અનુભવી ખેલાડી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ઈંઝમામે કહ્યું કે, ભારતે વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલીયાની સામે 153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિરાટ કોહલીએ બેટીંગ કરવાની જરૂર ન હતી. તેનાથી જાણી શકાય છે કે તે આ પરિસ્થિતિઓમમાં દુનિયાની સૌથીી વધુ ખતરનાક ટીમ છે. ઈંઝમામે ભારત પાકિસ્તાનના મેચને લઈને કહ્યું કે આ ફાઈનલ પહેલા રમાનારો ફાઈનલ છે.
પૂર્વ પાકિસ્તાની કેપ્ટનના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સુપર 12માં રમાનારો મેચ વિશ્વ કપના ફાઈનલ પહેલાનો ફાઈનલ હશે. કોઈ પણ મેચે આ મેચની જેમ હાઈપ નથી કર્યું. તેણે કહ્યું કે, 2017ની ચેમ્પીયન ટ્રોફીમાં પણ ભારત અને પાકિસ્તાને એક બીજાની સામે રમીને ટુર્નામેન્ટની શરૂઆત અને સમાપન કર્યું હતું. બંને મેચ ફાઈનલ જેવા જ રહ્યાં હતાં.