મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. દશેરાના પાવન પર્વ પર ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને RSS સુધી તમામ પર જોરદાર નિશાન સાધ્યું છે. આ સાથે તપાસ એન્જસી NCB પર શાબ્દિક વાર કરતા એજન્સીના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન તાંક્યું છે. જેની સામે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે વળતો જવાબ આપ્યો છે.
ફડનવીસે કહ્યું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જે સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. તે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ સરકાર છે. તાજેતરમાં ઈન્કમ ટેક્સના દરોડામાં વસુલી માટેના સોફ્ટવેરનો ખુલાસો કર્યો છે. કોની પાસેથી કેટલા વસુલ કરવાના છે એનું એક એલર્ટ દલાલો પાસે જતું હતું. એજન્સીનો દૂરઉપયોગ કર્યો હતો તો ઠાકરેનું અડધું મંત્રીમંડળ જેલમાં હોત. મહારાષ્ટ્રને ક્યારેક બંગાળ નહીં બનવા દઈએ. ભાજપ આવું ક્યારેય થવા નહીં દે. ઉદ્ધવ ઠાકરેએ વાર્ષિક દશેરા ઉત્સવમાં સંબોધન કરતા કહ્યું હતું કે, એજન્સનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. તો ફાઈટ જ કરવી હોય તો સીધી કરો. એમાં કોઈ ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ ન કરો. અહીં તમે ચપટી ગાંજો સુંઘનારાને માફિયો કહો છો? કોઈ એક સેલિબ્રિટીને પકડો છો, ફોટા પડાવો છો અને ઢોલ વગાડો છો. મુખ્યમંત્રી ઠાકરેનો ઈશારો આર્યન ખાન ડ્રગ્સ કેસ તરફ રહ્યો હતો. અમારી પોલીસે 150 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. અમારી પોલીસ પણ કામ કરી રહી છે. દશેરા રેલીમાં કહ્યું હતું કે, તરછોડેલા પ્રેમી જેવો વ્યવહાર કરી રહી છે ભાજપ, તેમના માટે સત્તાની ભૂખ નશાના વ્યસન જેવી છે. ઉદ્ધવનો ભાજપ પર પ્રહાર અનેક નેતાઓ સુધી પહોંચી રહ્યો છે.