Monday, July 14, 2025
HomeGujaratસુરતમાં મોંઘવારીના ગરબા, ખેલૈયાઓ શેરીમાં તેલના ડબ્બા, ગેસના બાટલા સાથે ગરબે ઘૂમ્યા

સુરતમાં મોંઘવારીના ગરબા, ખેલૈયાઓ શેરીમાં તેલના ડબ્બા, ગેસના બાટલા સાથે ગરબે ઘૂમ્યા

નવરાત્રીમાં લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં રહીશો પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. સાથે જ સરકારને મોંઘવારી કાબુમાં લેવા રજૂઆત કરી હતી.
એક તરફ કોરોનાની મહામારીના કારણે લાગેલા લોકડાઉન તેમજ અન્ય પ્રતિબંધના કારણે લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે .બીજી તરફ વધી રહેલા પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થતા.મોંઘવારીએ માઝા મૂકી છે. આ વધતી જતી મોંઘવારીનો રાજકીય પક્ષો વિરોધ કરે તો લોકો માત્ર વાતો કરીને આપણાથી શું થાય તેવું વિચારી બેસી જાય છે. જોકે હવે મહિલા બાળકો અનોખો વિરોધ કર્યો છે. સુરતની સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસની બોટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. બાળકોએ ગળામાં બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતાં. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ બધા વચ્ચે મોંઘવારી વધી રહી છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page