વડોદરા શહેરમાં બે દિવસ પહેલા ગરબા રમીને પરત આવતા માતા પુત્રીના શંકાસ્પદ મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. શહેરમાં સમા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા તથા છ વર્ષની દીકરીને મોતને ઘાટ ઊતાર બીજુ કોઈ નહીં પણ એનો જ પતિ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષના શોભનાબેન પટેલ તથા એની છ વર્ષની દીકરી કાવ્યા તેજસ પટેલ નોરતામાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યા આસપાસ ઘરે આવ્યા હતા. એ પછી બંનેની તબિયત બગડતા પતિ બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું લઈ ગયો હતો. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા છે. આ રીતે શંકાસ્પદ મોતને પગલે પોલીસ ઘટનાની તપાસ ચાલું કરી દીધી છે. બંનેના મૃતદેહને સયાજીગંજ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. મહિલાના ગળા પર ઈજાના નિશાન દેખાયા છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા આ રહસ્ય ખુલી ગયું હતું. મહિલાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પહેલા એના પતિ પર આશંકા હતી. અંતે તે જ હોવાનું સામે આવતા પોલીસે પતિ તેજસની ધરપકડ કરી છે. તેજસે એની પત્નીની ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઉપરાંત ઝેર આપીને મારી નાખ્યાંનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની તપાસ ચાલું કરી છે. મૃતક મહિલાના ગળાના ભાગે કોઈ ઈજાનું નિશાન જોવા મળતા પોલીસેને પણ આશંકા ગઈ હતી. પોલીસ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, આ કેસમાં એનો પતિ અને બાળકીનો પિતા જ હત્યારો છે. છ વર્ષની કાવ્યા અને માતાની હત્યા થઈ છે. પતિએ એને ઝેર આપીને એનું ઢીમ ઢાળી દીધું હતું. મહિલાના ભાઈએ આ મામલે જણાવ્યું હતું કે, બહેનના ગળાના ભાગે ઈજાના નિશાન એવું સૂચવે છે કે, એની હત્યા થઈ છે. પણ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલા કંઈ કહેવાનું યોગ્ય માનતી ન હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. મૃતક મહિલા અને દીકરીના વિસેરાની તપાસ કરવામાં આવી હતી.
આ કેસ અંગે વડોદરા SP ભરત રાઠોડે કહ્યું કે, છ વર્ષની દીકરી એની માતા સાથે ગરબા રમીને પરત ફરી હતી. બંનેના મોત શંકાસ્પદ હતા. મહિલા અને દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે કોઈ વાત કહી શકાય એમ છે. પોલીસ હાલમાં એના પરિવાર અને સગા સંબંધીઓ અંગે પૂછપરછ કરી વધારે વિગત સ્પષ્ટ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરથી મોત થયાનું સામે આવ્યું છે. શંકાસ્પદ મોતના કેસમાં મર્ડર મિસ્ટ્રી જોવા મળી છે. જોકે, આ ઘટના સામે આવતા સમગ્ર વડોદરામાં ચકચાર મચી જવા પામી છે.