ઉતરપ્રદેશના લખીમપુર માં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત પર કાર ચઢાવી એક સાથે ૪ થી વધુ ખેડૂતોના મોત થયા હતા આ ઘટના બાદ વિપક્ષ રાજ્યની સરકાર પર હાવી થઈ ગયું છે અને અ ઘટનાનો ઠેર ઠેર વિરોધ કરી જેમના પર આ ખેડૂત પર કાર ચઢાવી દેવાનો આક્ષેપ મુકવામાં આવ્યા છે કેદ્રિય ગૃહ મંત્રીના પુત્રની ધરપકડ કરવાની માગ ઉઠી છે. કોંગ્રેસ સપા બસપા સહિતના વિરોધ પ્રદર્શનમાં હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે લખીમપુર હિંસા બાદ પોલીસે કરેલી કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એવો પ્રશ્ન કર્યો છે કે, હત્યારાઓએ જાહેરમાં ભીડ પર ખેડૂતોને કચડી નાંખ્યા, તેમ છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કેમ નથી થઈ? ભાજપની આ સરકાર આરોપીઓને બચાવી રહી છે. જાહેરમાં આટલા લોકોની વચ્ચે કેટલાક લોકોને કચડીને ગાડી નીકળી જાય અને સિસ્ટમ આરોપીઓને બચાવવામાં પડ્યું છે. એક કાર આવી અને ખેડૂતોને કચડીને જતી રહી. આ કારે ન માત્ર ખેડૂતોને પણ સરકાર અને સિસ્ટમ બંનેને કચડી નાંખ્યા છે. આજે સરકાર લોકોની આઝાદી પર તરાપ મારી લોકોના અધિકાર છીનવી રહી છે. બીજી તરફ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે. વડાપ્રધાન મોદીજી આજે દેશવાસીઓ ટીવી અને સોશિયલ મીડિયા પર બધુ જોઈ રહ્યા છે. આવું મે કયારેય જોયું નથી.

બીજી બાજું વિપક્ષના નેતાઓ જ્યારે મૃતકના પરિવારજનોને મળવા માટે જતા હતા એ સમયે એમને રોકી લેવામાં આવ્યા હતા. શું આવા દિવસો જોવા માટે આઝાદીનો સંઘર્ષ કરવામાં આવ્યો હતો? આ માટે ત્યાગ અને બલિદાન થયા હતા.? ત્યા એવું તે શું થઈ ગયું કે, ન ખેડૂત કે ન પત્રકાર ન કોઈ વિપક્ષના નેતાને ત્યાં પહોંચવા જ દેવાયા? સત્ય શું છે એ જાણવાનો દેશના લોકોને અધિકાર છે. આવું કેમ થયું એને કેવી રીતે થયું એનો જવાબ આપવામાં આવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી ખેડૂત આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂતોએ તમારૂ શું બગાડ્યું છે? ખેડૂતો પ્રત્યે આટલી નફરત કેમ? દેશવાસીઓ ન્યાયની રાહ જોઈને બેઠા છે.
વડાપ્રધાન મોદીના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. કેજરીવાલે એવી માગ પણ કરી છી કે, આ કેસમાં સંબંધીત મંત્રીને તાત્કાલિક પદ પરથી ઊતારી મૂકવામાં આવે. વડાપ્રધાન મોદીએ એક વખત પીડિત પરિવારના લોકોને મળવું જોઈએ. આ અંગે એક ખાસ મુલાકાત ગોઠવો. જેથી એ પીડિત લોકોનું મન હળવું થઈ જશે