મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવા બસ સ્ટેન્ડ સામે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાહેરમાં ચલણી નોટોના નંબર પર પૈસાની હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ભુપેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ રહે. કાયાજી પ્લોટ, મોરબી, પદુભા મનહરસિંહ જાડેજા રહે. સહયોગ સોસાયટી, રવાપર રોડ તેમજ જિતેન્દ્ર ગોપાલદાસ બુદ્ધદેવ રહે. કાયાજી પ્લોટ, મોરબીનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 10,500ની રોકડ રકમ મુદામાલ તરીકે જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.

