HomeGujaratમોરબીના દરબારગઢની વઢવાણીયા શેરીમાં કૌટુંબિક સમાધાન મુદ્દે બે યુવકો પર હુમલો

મોરબીના દરબારગઢની વઢવાણીયા શેરીમાં કૌટુંબિક સમાધાન મુદ્દે બે યુવકો પર હુમલો

મોરબીના દરબારગઢ મચ્છુ બારી પાસે વઢવાણીયા શેરી વિસ્તારમાં કૌટુંબિક વિવાદના સમાધાન માટે યોજાયેલી વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મારામારીની ઘટના સામે આવી છે. આ બનાવમાં લાકડાના ધોકા વડે હુમલો કરી બે વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના વઢવાણીયા શેરીમાં રહેતા 23 વર્ષીય મીતભાઈ માનસિંગભાઈ ગોહેલે આરોપી અજયભાઈ લાલજીભાઈ ડોડીયા (રહે. ગાંધીગ્રામ, રાજકોટ) સહિત જય ઉર્ફે શનિ પ્રવિણભાઈ સોલંકી, મિત પ્રવિણભાઈ સોલંકી અને પ્રવિણભાઈ પરસોતમભાઈ સોલંકી (રહે. ધર્મમંગલ સોસાયટી, મહેન્દ્રનગર, જૂનાગામ, મોરબી) વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીની કુટુંબની ભત્રીજી ડિલિવરી માટે પોતાના માતા-પિતાના ઘરે આવી હતી, જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. બાળકના નામકરણ પ્રસંગે ભત્રીજીના સાસરિયાં પક્ષ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેને તેડવા માટે સાસરિયાં પક્ષના લોકો આવ્યા ન હતા. આ કૌટુંબિક વિવાદનો ઉકેલ લાવવા માટે સમાધાનની વાતચીત કરવા પક્ષકારો ભેગા થયા હતા.

આ દરમિયાન વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બોલાચાલી અને ઝઘડો થયો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, આરોપીઓ પૈકી એકે મીતભાઈના માથામાં લાકડાના ધોકાનો ઘા માર્યો હતો. તેમજ જય ઉર્ફે શનિએ પિન્કેશભાઈને માથાના ભાગે લાકડીનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. વધુમાં, આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો, ગાળો આપી અને વધુ માર મારવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW