Thursday, December 12, 2024
HomeNationalઆ કંપનીના નવા મોડલમાં નહીં હોય કોઈ Charging Port,છતાં થશે મોબાઈલ ચાર્જ

આ કંપનીના નવા મોડલમાં નહીં હોય કોઈ Charging Port,છતાં થશે મોબાઈલ ચાર્જ

Advertisement

વર્ષ 2021માં લૉન્ચ થનારા દરેક સ્માર્ટફોનમાં અનેક પ્રકારના મોટા ફેરફાર થવાના છે. જે માટે ઘણી બધી કંપનીઓએ પોતાના પ્રોમો અને બેનરમાં કેટલાક ફીચર્સની જાહેરાત કરી દીધી છે. સ્માર્ટફોન બનાવતી કંપની અને યુવાનોને જેનો સૌથી વધુ ક્રેઝ છે એવી એપલ આઈફોન હવે નવા અવતારમાં જોવા મળશે. 2021ના લૉન્ચિગ માટેની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ નવા ફોનમાં અનેક નવી વસ્તુઓ અને ફીચર્સ જોવા મળશે. સાઈઝ અને ડીઝાઈનને લઈને વાત માર્કેટમાં આવી ચૂકી છે. પણ હવે તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં એક એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નવા iPhoneમાં કોઈ Charging Port નહીં હોય. જેની જાણકારી એપલના એનાલીસ્ટ મિંગ-ચી કુઓએ આપી હતી.

મિંગ ચીના એક પ્રકાશિત રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, 2021માં લૉન્ચ થનારા iPhoneમાં લાઈટેનિંગ પોર્ટ નહીં હોય. લાઈટેનિંગ પોર્ટને USB ટાઈપ બીથી બદલ્યા નથી. પણ સમગ્ર ચાર્જિગ પોર્ટને જ દૂર કરવામાં આવ્યો છે. Charging Port નહીં હોય ચાર્જ કેવી રીતે થશે મોબાઈલ? આ પણ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. નવા iPhoneમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે. જો ખરેખર આવું થયું તો મોબાઈલ અને ટેલિકોમ્યુનિકેશનની દુનિયામાં આ ઉત્પાદનલક્ષી સૌથી મોટો બદલાવ હશે. મોટા ભાગના કેસમાં મિંગની રિપોર્ટ સાચી ઠરી છે.

Charging Port નહીં હોય તો સ્વાભાવિક છે કે, ફોનની ડીઝાઈનમાં મોટો ફેરફાર કરાયો છે. કોઈ પોઈન્ટ જ ન હોવાને કારણે ડેટા ટ્રાંસફર પણ વાયરલેસ માધ્યમથી કરવાનો રહેશે. આ ફેરફારની અસર ચાર્જિંગ કેબલ્સ અને પોર્ટ બનાવતી કંપનીઓ ઉપર પણ થશે. એપલે પ્રથમ વખત iPhone-5માં લાઈટેનિંગ પોર્ટ માર્કેટમાં મૂક્યો હતો. જ્યારે વર્ષ 2013માં iOSની નવી અપડેટ સામે આવી ત્યારે સમગ્ર ફોનનો લુક્સ અને ઈન્ટરફેસ બંને બદલાયેલા હતા.

આ સમાચાર તમને કેવા લાગ્યા એ જણાવો અમને ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને

India Exact
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW