HomeGujaratહળવદના જુના દેવળીયામાં પોલીસનો દરોડો: રૂ. 2.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદના જુના દેવળીયામાં પોલીસનો દરોડો: રૂ. 2.19 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જુના દેવળીયા ગામ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવા, રહે. જુના દેવળીયા-ચરાડવા રોડ, તા. હળવદના રહેણાંક મકાન પર દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની કુલ 985 નાની-મોટી બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 2.19 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસ દરમિયાન આ ગેરકાયદે દારૂના જથ્થા સાથે ઇમરાન કરીમભાઈ સંધવાણી, રહે. જુના દેવળીયા,નું નામ પણ સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW