ICCના ટેસ્ટ રેકિંગમાં ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનો આજે જન્મદિવસ છે. તા.6 ડિસેમ્બર 1988ના રોજ તેમનો જન્મ ગુજરાતના જામનગરમાં થયો હતો. તા. 8 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકા સામેની વનડે મેચથી તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેણે અત્યાર સુધીના કુલ 156 વન ડે મેચ રમેલી છે અને 2128 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 178 જેટલી વિકેટ પણ ખેરવી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેણે કુલ 48 મેચ રમેલી છે. જેમાં કુલ 1844 રન બનાવ્યા હતા અને 211 વિકેટ પણ ખેરવી હતી.
ટીમ ઈન્ડિયાની હાલની ટીમમાં સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા દુનિયાના ટોપ ઓલરાઉન્ડરની યાદીમાં સ્થાન ધરાવે છે. પરંતુ, અહીં સુધી પહોંચવા માટે તેણે ખૂબ મહેનત કરી છે. વર્ષ 2006-07માં દીલિપ ટ્રોફીથી તેણે ક્રિકેટમાં પગલાં પાડ્યા હતા. ત્યાર બાદ 2006 અને 2008માં અંડર-19 વિશ્વકપમાં ભારત તરફથી તેમને રમવાનો મોકો મળ્યો હતો. વર્ષ 2008નો વિશ્વકપ તેમની ક્રિકેટ કેરિયર માટે એક ટર્નિગ પોઈન્ટ સાબિત થયો હતો. વિરાટ કોહલના નેતૃત્વમાં તેણે બેસ્ટ પર્ફોમ કર્યું હતું. સાથોસાથ ટીમને પણ વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. હોમ ક્રિકેટમાં સતત ત્રણ વખત સદી ફટકાર્યા બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાં નસીબ અજમાવ્યું હતું.
તેણે ફર્સ્ટ સીરિઝ ક્રિકેટ મેચમાં સૌથી વધારે રનનો સ્કોર 254 રન ફટાકાર્યા છે. જે સ્કોર સુધી વિરાટ કોહલી ફર્સ્ટ સીરિઝમાં પહોંચી શક્યો નથી. આ સ્કોર તેણે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. દમદાર સ્પીન અને બેસ્ટ ફિલ્ડિંગ કરીને તેણે ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈન્ડિયાના બેસ્ટ સ્પીનર તરીકે તેમનું નામ લેવામાં આવી રહ્યું છે. આ વખતે તેમની મેચ T20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છે.