ટંકારા તાલુકાના લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ રોડ પર આવેલા સિલ્વર પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરતા સંજય ગોવિંદભાઈ ભોજવીયા નામનાં શખ્સનો ગત તા 8 ના રાત્રિના સમયે તેની બીજી પત્ની શકુંબેન સાથે બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં સંજયભાઈના પુત્ર સાહિલ અને તેના ત્રણ ભાઈ બહેન બીજા રૂમમાં સુવા જતા રહ્યા હતા. બીજી તરફ પતિ પત્ની વચ્ચેના ઝઘડાને કારણે રાત્રિના સમયે વાત વધુ વણસતા સંજયભાઇએ પત્ની શકુબેનની બોથડ ચીજ થી હુમલો કરી હત્યા કરી નાખી હતી. જોકે બીજા દિવસે સવારે સાહિલ ઊઠ્યો ત્યારે પિતા સંજયે સાહીલની સાવકી માતા ની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને તેની લાશ સગેવગે કરવામાં મદદ કરવાનું જણાવ્યું હતું, પરંતુ સાહિલે મૃતદેહ સગેવગે કરવાની ના પાડતા પિતાએ પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે ટંકારા પોલિસ ને જાણ કરતા ટંકારા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ નો કબજો મેળવી ટંકારા સીએચસી ખાતે લઈ જઈ પીએમ કર્યું હતું. બનાવ અંગે સાહિલ ભોજવિયાની ફરિયાદ આધારે ટંકારા પોલીસે સંજય ભોજવીયા વિરુદ્ધ ફરિયા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

