ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે પરંતુ હજી કડકડતી ઠંડીની શરૂઆત થઇ નથી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં તબક્કાવાર ઠંડી વધશે અને અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે વારંવાર પવનની દિશા બદલાય છે જેના કારણે તાપમાન પણ ફેરફાર થઈ રહ્યા છે જેની અસર કૃષિ પાક પર થઈ રહી છે.
ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરોમાં પુરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આ તરફ શહેરોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ફુલ ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજાલેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નીકળી જવું એ પણ એક લાહવો હોય છે. બીજી તરફ ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકો કસરત અને વ્યાયમ કરતા પણ જોવા મળે છે ઠંડીથી બચવા ફિટનેસ ક્લાસમાં અવનવી કસરત કરતા પણ નજરે પડી રહ્યા છે.

રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો, શનિવારની રાતે કચ્છના નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બનાસકાંઠાના ડીસાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. ત્યારબાદ કચ્છના ભૂજનું તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગર અને વલસાડનું તાપમાન 14 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, ભાવનગર અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી અને વડોદરા શહેરનું તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે, અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. આ ઉપરાંત પણ આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદમાં આગામી 16 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન 11 ડિગ્રી જઇ શકે છે. રાજ્યમાં આગામી થોડા દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થશે અને પારો ગગડશે.

