મુંબઈ, શુક્રવાર
સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાન પણ પોતાની દરેક ફિલ્મનું ખૂબ પ્રમોશન કરે છે. એટલે જ આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા સારા દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં જોવા મળી હતી.
સારા અલી ખાન બોલિવૂડના તે સ્ટાર્સમાંથી એક છે જે પોતાની ફિલ્મનું જોર જોરથી પ્રમોશન કરે છે. મહેનતની સાથે સારાને પ્રાર્થનામાં પણ ઘણો વિશ્વાસ છે. એટલા માટે તે ધાર્મિક સ્થળોએ જાય છે અને ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરે છે. તાજેતરમાં સારા અલી ખાન દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં કવ્વાલીની મજા લેતી જોવા મળી હતી.સારા અલી ખાને તેની ઈન્સ્ટા સ્ટોરી પર નિઝામુદ્દીન દરગાહનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં દરગાર પર બેઠેલી સારા અલી ખાન ‘કુન ફયા કુન’ ગીતમાં ડૂબતી જોઈ શકાય છે. ઈન્સ્ટા સ્ટોરીમાં સારાએ લખ્યું છે કે ‘જુમા મુબારક’. આ સાથે તેણે પોતાની ફિલ્મ રિંકુના પાત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણી લખે છે કે ‘રિંકુ હઝરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહ પહોંચી હતી.’ વીડિયોમાં સારાએ પર્પલ અને ગ્રીન કલરના આઉટફિટ પહેરેલા જોવા મળે છે.

