HomeGujaratહળવદ પંથકમાં તસ્કરોનો તરખાટ, એક બાદ એક ત્રણ સ્થળે કેબલ વાયર ચોરી

હળવદ પંથકમાં તસ્કરોનો તરખાટ, એક બાદ એક ત્રણ સ્થળે કેબલ વાયર ચોરી

હળવદ: તાલુકામાં કેબલ વાયરની ચોરીની ઘટનાઓ સામે આવી છે. નવા ઘનશ્યામગઢ, હળવદની ઠળીયા પાટી અને કડિયાણા ગામની સીમમાંથી અજાણ્યા શખ્સો દ્વારા કેબલ વાયર ચોરી કરવામાં આવ્યો હોવાની ત્રણ અલગ-અલગ ફરિયાદ હળવદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રથમ બનાવમાં હળવદ શહેરના દિપકભાઈ અંબારામભાઈ સંઘાણીએ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, નવા ઘનશ્યામગઢ ગામની ધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલી તેમની વાડીમાંથી અજાણ્યો શખ્સ 6 એમ.એમ.નો આશરે 200 ફૂટ કેબલ વાયર, કિંમત રૂ.15,000, ચોરી કરીને લઈ ગયો હતો.

બીજા બનાવમાં હળવદના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે. ઠળીયા પાટી તરીકે ઓળખાતી સીમમાં આવેલી તેમની વાડીમાંથી 6 એમ.એમ.નો 120 ફૂટ કેબલ વાયર, કિંમત રૂ.12,000, અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો.

જ્યારે ત્રીજા બનાવમાં કડિયાણા ગામના કનુભાઈ વાલાભાઈ ઠુંગાએ ફરિયાદ નોંધાવી છે. તેમની કડિયાણા ગામની સીમમાં આવેલી વાડીમાંથી 6 એમ.એમ.નો 200 ફૂટ કેબલ વાયર, કિંમત રૂ.15,000, ચોરી થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ત્રણેય બનાવમાં કુલ રૂ.42,000ની કિંમતનો કેબલ વાયર ચોરાયો છે. ફરિયાદોના આધારે હળવદ તાલુકા પોલીસે ગુના નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW