HomeGujaratવાંકાનેરમાં ચોરીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેરમાં ચોરીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેર સિટી પોલીસે ચોરીના ગુનામાં લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહ્યો હતો. દરમિયાન જીનપરા જકાતનાકા વિસ્તારમાં ડે કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી ફરાર આરોપી ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદિયા (ઉં.વ. 30), રહે. આવાસ ક્વાર્ટર, લીલપર રોડ, મોરબીવાળાને ઝડપી લીધો હતો.

આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી માટે આગળની પ્રક્રિયા હાથ ધરી છે. લાંબા સમયથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં વાંકાનેર સિટી પોલીસને સફળતા મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW