તામિલનાડુના કુન્નુરમાં ભારતીય સેનાનું MI17V5 હેલીકોપ્ટોર દુર્ઘટનાનો શિકાર થયો છે. આ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકોના મોત નીપજ્યાં છે. સીડીએસ જનરલ બિપીન રાવતે સેનાના સૌથી કડક અધિકારીઓમાંના એક છે. તેના નિવેદનોથી ચીન અને પાકિસ્તાન પણ ધ્રુજી ઉઠતા હતા. જનરલ બિપીન રાવતના નિધનના સમાચાર બાદ પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓના નિવેદન પણ સામે આવ્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પાકિસ્તાની સેનાએ પોતાના ઓફિશીયલ અધિકારીક ટ્વિટર એકાઉન્ટ ઉપર ટ્વિટ કરીને જણાવ્યું છે કે, જનરલ નદીમ રજા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએએસ ભારતમાં થયેલા હેલીકોપ્ટર ક્રેશમાં સીડીએલ જનરલ બિપીન રાવત અને તેમની પત્ની અને અન્ય લોકોના દુર્ભાગ્યપૂર્ણ મોત ઉપર પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
General Nadeem Raza, CJCSC & General Qamar Javed Bajwa, COAS express condolences on tragic death of #CDS General #BipinRawat, his wife and loss of precious lives in a helicopter crash in India
— DG ISPR (@OfficialDGISPR) December 8, 2021
સેના ઉપરાંત પાકિસ્તાનની સામાન્ય જનતા સીડીએસ બિપીન રાવતના નિધનના સમાચાર ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે. એક યુઝરે ટ્વિટ કર્યું છે કે, સીડીએસ બિપીન રાવતના નિધનના સમાચાર સાંભળીને અમે હચમચી ગયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે.

