HomeNationalInter Nationalબોલિવિયા એરફોર્સનું હર્ક્યુલસ ક્રેશ: નવી બેંકનોટ્સ ફેલાતાં 15 મૃત, રસ્તા પર અફરાતફરી

બોલિવિયા એરફોર્સનું હર્ક્યુલસ ક્રેશ: નવી બેંકનોટ્સ ફેલાતાં 15 મૃત, રસ્તા પર અફરાતફરી

બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં ભારતીય સમય અનુસાર શનિવારે સવારે બોલિવિયન એરફોર્સનું C-130 હર્ક્યુલસ વિમાન તેની સેન્ટ્રલ બેંકમાંથી રોકડા ભરી દેશની અલગ અલગ બેંકમાં પહોચાડવાના નાણા ભરીને ઉડાન ભરી રહ્યું હતું આ દરમિયાન ખરાબ હવામાનના કારણે પ્લેન રનવે પરથી લપસી જતા પ્લેન એરપોર્ટ ટ્રાફિક થી ધમધમતા રોડ સુધી આવી ગયું હતું અને અન્ય વાહન સાથે અથડાઈ  ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કમ્પના ૧૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

રોઇટર્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ, ખરાબ હવામાન વચ્ચે વિમાન એલ આલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ રનવેમાંથી લપસી ગયું અને નજીકના વ્યસ્ત રસ્તા (એવન્યુ) પર જઈ પડ્યું. આ રસ્તા પર ઊભેલી 10 થી 15 વાહનોને પણ ભારે નુકસાન થયું.

વિમાનનો કાટમાળ, તૂટેલી કારો અને મૃતદેહો રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યા. વિમાનમાં બોલિવિયાની સેન્ટ્રલ બેંકની નવી છપાયેલી નોટો હતી, જે ક્રેશ બાદ રસ્તા પર ફેલાઈ ગઈ. આ જોઈને કેટલાક લોકો નોટો ઉપાડવા માટે ઘટનાસ્થળે ભેગા થયા, જેના કારણે રેસ્ક્યુ કામગીરીમાં અવરોધ આવ્યો. પોલીસને ટિયર ગેસ અને પાણીનો છંટકાવ કરવો પડ્યો.

દુર્ઘટના બાદ એલ આલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. બોલિવિયાની નેશનલ એરલાઇન બોલિવિયાના ડી એવિએશન (BoA) એ સ્પષ્ટ કર્યું કે, આ વિમાન તેમના કાફલાનું નહોતું, પરંતુ બોલિવિયન એરફોર્સનું હતું. સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રસારિત ફૂટેજમાં વિમાન બે ભાગમાં વહેંચાયેલું અને ભારે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યું છે. વિમાન સાન્ટા ક્રુઝથી આવી રહ્યું હતું.

બોલિવિયાની સેન્ટ્રલ બેંકે આ ઘટના અંગે પ્રેસ બ્રીફિંગ આયોજિત કર્યું છે. અકસ્માતનાં કારણોની સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ઘાયલોની સારવાર સ્થાનિક હોસ્પિટલોમાં ચાલુ છે અને મૃતકોની ઓળખ તેમજ નુકસાનનું આકલન ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW