શુક્રવારે દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન એક ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું. સમાચાર એજન્સી અનુસાર, આ અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે ડેમો ફ્લાઇટ દરમિયાન થયો હતો.
અકસ્માત દરમિયાન ફાઇટર જેટ ક્રેશ થતાં જ આગ લાગી હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.
વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.

