મેક્સિકન નૌકાદળનું ટ્રેનિંગ જહાજ કુઆહટેમોક અમેરિકાના ન્યુ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું. શનિવારે સાંજે જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે આ ઘટના બની હતી. જે બાદ આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જહાજ પુલના ઉપરના ભાગ સાથે અથડાયેલું જોવા મળે છે. ન્યૂયોર્ક શહેરના મેયરે જણાવ્યું હતું કે, બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન જહાજ અથડાતાં 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે.
જોકે, હજુ સુધી કોઈ આંકડા જાહેર થયા નથી. ન્યૂયોર્ક ઇમરજન્સી ક્રાઇસિસ મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન મેક્સિકન નૌકાદળનું કહેવું છે કે જહાજને નુકસાન થયું છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. મીડિયા અનુસાર, કુઆહટેમોકમાં 200 થી વધુ ક્રૂ સભ્યો હતા. આ જહાજ ન્યૂયોર્કમાં એક ફ્રેન્ડલી ટૂર પર આવ્યું હતું. મેક્સિકન નૌકાદળનું ટ્રેનિંગ જહાજ કુઆહટેમોક અમેરિકાના ન્યુ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું. શનિવારે સાંજે જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની. બ્રુકલિન બ્રિજ 1883માં બનાવવામાં આવ્યો હતો. તે આશરે 1,600 ફૂટ લાંબો છે અને બે પથ્થરના ટાવર પર ટકે છે.

શહેરના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, દરરોજ 1 લાખથી વધુ વાહનો અને લગભગ 32,000 રાહદારીઓ તેમાંથી પસાર થાય છે.

